Advertisement
Author: નોબત સમાચાર

દાંતા-પરોઢિયા ગામ પાસે રેલવે લાઈનના કામના કારણે રાજાશાહી સમયનો રસ્તો બંધ

કિસાન સંઘના જિલ્લા પ્રમુખની રજૂઆતઃ

ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને ભારતીય કિસાન સંઘના દ્વારકા જિલ્લા પ્રમુખ એમ.ડી. ચોપડાએ ખંભાળિયા-સલાયા રેલવે લાઈન પર દાંતા-પરોઢિયા ગામ પાસે થતું રેલવે લાઈનનું કામ બંધ કરવાની માંગણી કરી છે.

તેમણે જણાવેલ કે ખંભાળિયા-સલાયા રેલવે લાઈનનું શરૃ થયેલ કામમાં માંગળિયા દાંતા-પરોઢિયા જવાનો રાજાશાહીના સમયનો રસ્તો આવેલો છે જે ખંભાળિયાના જુના નકશાઓમાં પણ આવેલો છે. આ રસ્તા પર દબાણ કરી જુના રેલવે ટ્રેકને બદલે ચાલુ રસ્તા પર દબાણ કરીને રેલવે ટ્રેકનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ રસ્તો જે બંધ કરીને તેના પર કામ થાય છે તે રસ્તાની બાજુમાં અનેક ઓઈલમીલો છે. ધરમપુરના ખેડૂતોને હર્ષદપુર જવાનો રસ્તો તથા સ્થાનિક શાળાના છાત્રોને પણ પરેશાની થાય છે.

રેલવે ટ્રેક બનાવવા કે આ લાઈન શરૃ કરવા વિરોધ નથી, પણ જુનો રસ્તો ચાલુ રાખીને રેલવે ટ્રેક જે જગ્યા પર હતો તે જગ્યા પર બનાવવા માંગણી કરાઈ છે જેથી લોકોને પરેશાની ન થાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh