Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર (હાપા માર્કેટીંગ યાર્ડ) માં આજે ચેરમેન, વાઈસ ચેરમેનની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં બન્ને હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. હાપા માર્કેટ યાર્ડમાં ગત્ ફેબ્રુઆરી માસમાં ૧૪ ડાયકેર્ટરની ચૂંટણી યોજાઈ હતી. આ પછી આજે બપોરે ચેરમેન, વાઈસ ચેરમેન પદની નિમણૂક માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી અધિકારી તરીકે રાજકોટના જિલ્લા રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતાં. આજની ચૂંટણી પ્રક્રિયામાં યાર્ડના ચેરમેન તરીકે ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા મુકુન્દ ખોડાભાઈ સભાયાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી જ્યારે વાઈસ ચેરમેન તરીકે વેપારી વિભાગના હિરેનભાઈ કોટેચાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. આ બન્ને ચૂંટાયેલા હોદ્દેદારોને ઉપસ્થિત તમામેે અભિનંદન પાઠવ્યા હતાં. આજની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન યાર્ડના પૂર્વ ચેરમેન અને હાલના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ અને યાર્ડના પૂર્વ ચેરમેન ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ મુંગરા, સેક્રેટરી હિતેષભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ ફેબ્રુઆરી માસમાં યાર્ડના ૧૪ ડાયરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વેપારી વિભાગની ચાર બેઠક માટે ૧૧ ઉમેદવારો અને ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં. તેમાંથી ભાજપ પ્રેરીત પેનલના ૧૪ ઉમેદવારો વિજેતા થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial