Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાળઝાળ ગરમી-મોંઘવારીનો માર - શું કરે છે સરકાર ?
નવી દિલ્હી તા. ર૨ઃ ગ્રાહક વિભાગના સોર્સને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ એક વર્ષમાં ડુંગળી અને બટાટા સહિતની ખાદ્ય ચીજોના ભાવમાં ૬પ ટકાનો વધારો થયો છે. જ્યારે શાકભાજી થાળીમાંથી ગાયબ થવા લાગ્યા છે.
કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર મોંઘવારીએ સામાન્ય લોકોને પરેશાન કરવાનું શરૃ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં જીવનજરૃરી ચીજવસ્તુઓના ભાવમાં ૬પ ટકાનો વધારો થયો છે. શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે મોટાભાગના રસોડામાંથી તે ગાયબ થવા લાગ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર ડુંગળી, બટાટા અને ટમેટાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. આ ઉપરાંત ચોખા, કઠોળ અને અન્ય ખાદ્યપદાર્થો પણ મોંઘા થયા છે. ઉપભોકતા બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટાને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ગયા વર્ષે ર૧ જૂને ચોખાની કિંમત ૪૦ રૃપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને ૪પ રૃપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મગની દાળનો ભાવ ૧૦ ટકા વધીને ૧૦૯ રૃપિયા પ્રતિ કિલોથી ૧૧૯ રૃપિયા થયો છે. મસૂર દાળનો ભાવ ૯ર રૃપિયાથી વધીને ૯૪ રૃપિયા અને ખાંડનો ભાવ ૪૩ રૃપિયાથી વધીને ૪પ રૃપિયા પ્રતિ કિલો થયો છે. દૂધ પણ પ૮ રૃપિયાથી વધીને પ૯ રૃપિયા પ્રતિ લીટર થયું છે.
જો કે આ સમયગાળા દરમ્યાન ખાદ્યતેલોના ભાવમાં થોડો ઘટાડો થયો છે. સીંગતેલના ભાવ લગભગ સ્થિર છે. સરસવના તેલનો ભાવ રૃા. ૧૪ર થી ઘટીને રૃા. ૧૩૯ પ્રતિ લીટર, સોયા તેલ રૃા. ૧૩ર ઘટીને ૧ર૪ પ્રતિ લીટર થયો છે. પામતેલનો ભાવ ૧૦૬ થી ઘટીને ૧૦૦ થયો છે. ચાની કિંમતમાં પણ નજીવો વધારો ર૭૪ રૃપિયાથી ર૮૦ રૃપિયા થયો છે.
છૂટક બજારોના આંકડા દર્શાવે છે કે શાકભાજીના ભાવ પણ આસમાને છે. દિલ્હીમાં કોબીજ ૮૦ રૃપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. બટાટા રૃા. ૪૦, ડુંગળી રૃા. ૪૦ તથા રિટેલ માર્કેટમાં પરવલની કિંમત ૬૦ રૃપિયા પ્રતિ કિલો છે. હાલ ૬૦ રૃપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે બાટલી ગોળ વેચાઈ રહી છે.
ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને કારણે એકંદરે છૂટક ફુગાવો ધીમો પડ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલ એમપીસી (મોનેટરી પોલિસી કમિટિ) મિનિટ્સ અનુસાર, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ મહિનાની શરૃઆતમાં એમપીસીની બેઠકમાં કહ્યું હતું કે, કોર રિટેલ ફુગાવો ઘટી રહ્યો છે. પરંતુ ગતિ ધીમી છે અને ફુગાવામાં ઘટાડાનો અંતિમ તબક્કો આવી રહ્યો છે. ધીમે ધીમે લાંબું થઈ રહ્યું છે. જો કે માત્ર સામાન્ય ચોમાસુ ભાવ દબાણને ઓછું કરી શકે છે. બીજી તરફ માઝા મુકતી મોંઘવારીના કારણે સરકાર સામે સવાલો ઉઠી હ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial