Advertisement
Author: નોબત સમાચાર

બે કોમ વચ્ચે વૈમનસ્ય પ્રસરે તેવી પોસ્ટ કરનાર શખ્સ સામે કરાઈ ફોજદારી ફરિયાદ

ઈદના દિવસે ઈન્સ્ટાગ્રામમાં કરી હતી ટિપ્પણીઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરમાં ઈદના તહેવારે એક શખ્સે ગાય બાબતે હિન્દુ સમાજની લાગણી દુભાય તે પ્રકારની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વહેતી કર્યા પછી તે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સોશિયલ મીડિયાના આડેધડ થઈ રહેલા ઉપયોગ અંગે આ બનાવ લાલબત્તી સમાન બની રહ્યો છે.

સોશિયલ મીડિયાના વધતા જતા વપરાશ વચ્ચે લોકો તેનો આડેધડ વપરાશ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના વધેલા ઉપયોગના કારણે અફવા ફેલાવી પણ એટલી જ સરળ બની ગઈ છે. ત્યારે સોશિયલ મીડિયાનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવા અવારનવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ક્યારેક અફવાઓ ફેલાતી રહે છે.

તે દરમિયાન પોલીસ સહિતના તંત્રો પણ કોઈપણ સમાચાર કે બાબતની ખરાઈ કર્યા વગર તેને આગળ નહીં મોકલવા સૂચના આપે છે તેમ છતાં કોમી વૈમનસ્ય ઉભુ થાય તે પ્રકારની કેટલીક પોસ્ટ પણ ફરતી રહે છે. જેમાં ગયા સોમવારે સોશિયલ મીડિયા પર આવી જ એક પોસ્ટ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામની એક આઈડી પરથી સોમવારે-ઈદના દિવસે કાલાવડ નાકા વિસ્તારમાં વસવાટ કરતા એક શખ્સે હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીતની ગાય માટેની પોસ્ટ કરી હતી. તે પોસ્ટ જોયા પછી ગઈકાલે તે શખ્સ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આઈપીસી ૧૫૩ (ક), ૨૯૫ (ક), ૫૦૪ અને નવા કાયદાની કલમ ૧૯૬, ૨૯૯, ૩૫૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પીઆઈ એન.એ. ચાવડાએ આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh