Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સિટી સર્વે કચેરીમાં જી.સ્વાન કનેકટીવીટીના ધાંધીયા

પ્રોપર્ટી કાર્ડમાં નોંધ દાખલની કામગીરી પ્રભાવિતઃ

જામનગર તા. રરઃ સરકારી ઈન્ટર કનેકટીવીટીમાં અખાડાના કારણે સરકારી કચેરીમાં જતા અરજદારોને પોતાના કામ અટકી પડતા જ્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરની સિટી સર્વે-ર માં આશરે છેલ્લા ૧પ દિવસથી જી-સ્વાનની ક્ષતિના કારણે અરજદારોની પ્રોપર્ટી કાર્ડમાં નોંધ દાખલ કરવાની કામગીરી પ્રભાવિત થઈ છે.

છેલ્લા બે સપ્તાહથી જી.સ્વાન ઈન્ટરનેટ કનેકટીવીટી ત્રુટક ત્રુટક મળી રહી છે. નિરંતર-અવિરત નેટ કનેકશન નહીં મળતા અરજદારો પરેશાન થઈ ગયા છે.

સરકારના જવાબદાર વિભાગે આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવું જોઈએ તેવી અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh