Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અંધાશ્રમ પાસે આવેલા ૧૪૦૪ આવાસ યોજનામાં આજે પણ પાડતોડ યથાવત

ગઈકાલે બે બ્લોક તોડી પડાયા હતાં ઃ

જામનગરમાં અંધાશ્રમ નજીક આવેલ ૧૪૦૪ આવાસ યોજનાના અતિ જર્જરિત બે બ્લોક બાંધકામ જર્જરિત થઈ ગયું હોવાથી તેને જાણ કરાવાયા પછી ગઈકાલ બપોરથી આ બન્ને બ્લોક તોડી પાડવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી જે અધુરી રહેલી કામગીરી આજે પણ ચાલુ રાખવામાં આવી છે. આશરે બે દાયકા જુની અંધાશ્રમ પાસેની ૧૪૦૪ આવાસ યોજનાના બ્લોક, ફ્લેટની જાળવણી કરવામાં અને જરૃરી મરામત કરવામાં નહીં આવી હોવાથી આ ફ્લેટ જજરિત બન્યા છે. આથી ગમે તયારે તૂટી પડે તો જાનહાની થવાની શક્યતાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આવા જર્જરિત બ્લોક ખાલી કરાવવા નોટીસ આપવામાં આવી હતી. આમ છતાં અમુક આસામીઓએ ફ્લેટ ખાલી કર્યા નહતા અને વસવાટ ચાલુ રાખ્યો હતો. આ પછી પરમદિવસે પણ મનપાની ટીમ સમજાવટ માટે પહોંચી હતી, પરંતુ રહેવાસીઓ મકાન ખાલી કરવા તૈયાર નહીં થતા અને ઉગ્ર રજૂઆતો, માંગણીઓ વચ્ચે મનપાની ટીમ પરત ફરી હતી. દરમિયાન ગઈકાલે પુનઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી હતી અને અમુક મકાન ખાલી કરાવાયા હતાં અને તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા પછી બે બ્લોકને બપોર પછી તોડી પાડવાની કામગીરી શરૃ કરી હતી. જેની બાકી રહેલ પાડતોડની કામગીરી આજે આગળ વધારવામાં આવી છે. હવે અન્ય બ્લોક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh