Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિકજામ બન્યો સળગતો પ્રશ્નઃ પાર્કિંગ વગરના મોલ પણ જવાબદાર બન્યાઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના ગુલાબનગર પાસે ખાણીપીણીની એક દુકાનની બહાર ગઈકાલે સાંજે પાર્ક કરાયેલી મોટરના કાચ ખાણીપીણીની દુકાનના બે સંચાલકે તલવારનો ઘા ઝીંકી ફોડી નાખતા અફડાતફડી મચી હતી. બંને સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આવી રીતે પાર્કિંગમાં કે જાહેરમાં ખડકાતી રેંકડીઓ શહેરના મોટાભાગના માર્ગાે પર ટ્રાફિકજામ સર્જી રહી છે.
જામનગરના ગુલાબનગર નજીક નારાયણનગરમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા સંજય રામભાઈ જેડાએ ગઈકાલે સાંજે જીજે-૧૦-ટીવાય ૫૬૫૫ નંબરની ઈનોવા મોટર ગુલાબનગર રોડ પર બનારસી ઢોસા નામની દુકાન પાસે રાખી હતી.
ત્યારપછી આ દુકાનના સંચાલક મહેન્દ્રસિંહને ફોન કરીને મોટર લઈ લેવાનું કહેતા અને ત્યાં પોતાની બે રેંકડી રાખવાની છે તેમ કહેતા સંજયભાઈએ હું મારી મોટર ક્યા રાખીશ તેમ કહ્યું હતું આથી ઉશ્કેરાયેલા મહેન્દ્રસિંહ અને તેના ભત્રીજાએ તલવાર સાથે ધસી આવી મોટરના પાછળના કાચમાં તલવાર વીંઝી હતી. તેના કારણે કાચ ભાંગી ગયો હતો અને આ શખ્સોએ ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાના કાચમાં પણ તલવારનો ઘા મારતા તેનો કાચ પણ તૂટી ગયો હતો.
પાર્કિંગમાં રાખવામાં આવેલી મોટરમાં આવી રીતે કાચ ફોડી નાખી રૃા.૧૫ હજારનું નુકસાન કરાતા સંજયભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત બનાવ વેળાએ આ વિસ્તારમાં ભારે હોબાળો મચ્યો હતો. પોલીસ ટૂકડી દોડી ગઈ હતી. તે પછી રાત્રે દસેક વાગ્યે પાર્કિંગની જગ્યામાં રાખવામાં આવેલા ખાણીપીણીના ટેબલ, ખુરશીનો કોઈએ કડૂસલો બોલાવી દીધો હતો. તે બનાવની જાણ થતાં ફરીથી પોલીસ દોડી ગઈ હતી.
જામનગર શહેરમાં જાહેર રસ્તા પર ખડકાયેલી રહેતી રેંકડીઓના કારણે અવારનવાર ટ્રાફિકજામ સહિતની અવ્યવસ્થા સર્જાતી રહે છે. ખાસ કરીને બેડીનાકા, સજુબા સ્કૂલ, સુભાષ શાક માર્કેટ, દરબારગઢ, બર્ધનચોક સહિતના વિસ્તારોમાં આ સમસ્યા રોજિંદી બનતી જઈ રહી છે. ત્યારે શહેરની ભાગોળે ગુલાબનગર પાસે પણ આવી રીતે કેટલીક રેંકડીઓ ખડકાયેલી જોવા મળી રહી છે. સાંજના સમયે નગરના બેડી નાકાથી સજુબા સ્કૂલ વચ્ચે ટ્રાફિકજામ થતો રહે છે. ખાદી ભંડાર પાસે રોજ સાંજે ઉભી રહી જતી ફળોની રેંકડીઓ, તેની આજુબાજુમાં આવેલી સ્કૂલ યુનિફોર્મની દુકાનોમાં થતાં ધસારા તેમજ તેનાથી આગળ પાર્કિંગ વગર જ ખડકી દેવાયેલા મોલના કારણે રોડ પર રાખવામાં આવતા વાહનો ટ્રાફિકજામ સર્જવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો કે, તે બાબત ટ્રાફિક શાખા કે અન્ય સંબંધિત તંત્રોને ધ્યાનમાં નથી આવતી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial