Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન્ય માનવીને શું અસર થશે ?
નવી દિલ્હી તા. ૧ઃ કેન્દ્રિય બજેટમાં કર માળખામાં બહુ મોટા ફેરફારો થયા નથી અને પૂર્વવત સ્થિતિ રખાઈ છે, ત્યારે એકા-બે વસ્તુઓ સોંઘી-મોંઘી થઈ શકે છે. આ અંગે વિવિધ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.
એકાદ બે અપવાદ સિવાય આ વખતે બજેટમાં કંઈ સસ્તુ કે મોંઘુ થયું નથી. શા માટે? કારણ કે ર૦૧૭ માં જીએસટી લાગુ થયા પછી બજેટમાં માત્ર કસ્ટમ ડ્યુટી અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો છે. જે માત્ર કેટલીક બાબતોને ખસર કરે છે. તેથી આ વખતે સરકારે કસ્ટમ ડ્યુટી કે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવી સ્થિતિમાં અમે અહીં જણાવી રહ્યા છીએ કે છેલ્લા એક વર્ષમાં સામાન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો છે અથવા કેટલો ઘટાડો થયો છે.
આ વખતે સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે. જેના કારણે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ શકે છે. તે જ સમયે સોના અને ચાંદીની ખરીદી મોંઘી થઈ શકે છે, કારણ કે સોના અને ચાંદી પર ડ્યુટી વધારી દેવામાં આવી છે.
છેલ્લા એક વર્ષમાં તુવેર દાળ ૧૧૦ રૂપિયાથી વધીને ૧પ૪ રૂપિયા પ્રતિકિલો થઈ ગઈ છે. આ વર્ષે ચોખાના ભાવ ૩૭ રૂપિયાથી વધીને ૪૩ રૂપિયા પ્રતિકિલો થયા છે. એ જ રીતે દૂધ, ખાંડ, ટામેટા અને ડુંગળી જેવી રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે, જો કે ગેસ સિલિન્ડર સહિત અન્ય ઘણી વસ્તુાઓના ભાવમાં પણ ઘટાડો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial