Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા એસઓજીએ પાડ્યો દરોડોઃ
જામનગર તા. ૧ઃ ખંભાળિયાના વચલાબારા ગામમાંથી એસઓજીએ એક બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળનો આ શખ્સ ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. તેના કહેવાતા ક્લિનિકમાંથી દવા, બાટલા સહિતનો રૂપિયા દોઢેક લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
ખંભાળિયા તાલુકાના સલાયા નજીક વચલાબારા ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એસઓજીના આર.એમ. જાડેજા, એચ.એચ. જાડેજાને મળતા ગઈકાલે રાત્રે પીઆઈ પી.સી. સીંગરખીયાના વડપણ હેઠળ એસઓજી ટીમે વચલા બારામાં ગ્રામ પંચાયત કચેરી પાસે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી મૂળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના વતની અને હાલમાં વચલાબારા ગામમાં રહેતો રામચંદ્ર દશરથ બિશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સના કહેવાતા દવાખાનાની તલાશી લેવાતા ત્યાંથી દવાની ટીકડી, સ્ટેથોસ્કોપ, સીરીંજ, બીપી માપવાનું મશીન, બાટલા વગેરે મળી આવ્યા હતા. આ શખ્સ પાસે તેની ડિગ્રી જોવા મગાતા આ શખ્સ ડોક્ટર ન હોવાનું ખૂલ્યું છે. એસઓજીએ ઉપરોક્ત મુદ્દામાલ, રૂ.૭ હજારનો ફોન મળી કુલ રૂ.૧ લાખ ૫૪,૨૩૫નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. રામચંદ્ર સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એકટ તથા આઈપીસીની કલમ ૩૩૬ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial