Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી રઘુવંશી જીવનસાથી પરિચય ગ્રુપ-જામખંભાળિયા દ્વારા
જામનગર તા. ૧ઃ શ્રી રઘુવંશી જીવનસાથી પરિચય ગ્રુપ-જામખંભાળિયા દ્વારા 'વાલી સંમેલન' (પરિચય મેળો) તા. ૧૭-૩-ર૦ર૪ ને રવિવારના સવારે ૮-૩૦ થી સાંજના ૪ વાગ્યા સુધી લોહાણા મહાજન વાડી, બેઠક રોડ, જામખંભાળિયામાં યોજાશે. વાલી સંમેલન (પરિચય મેળા) માં લોહાણા જ્ઞાતિના કુંવારા, સગપણ કેન્સલ, ડિવોર્સી, વિધવા-વિધુર, વિક્લાંગ વિગેરે ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવાર સાથે બે વાલી આવી શકશે. આયોજનમાં હાજર રહેલ ઉમેદવારોને બાયોડેટા ડિરેક્ટરી આપવામાં આવશે. કુરિયરમાં મોકલવામાં આવશે નહીં. યુવક ઉમેદવારે રજિસ્ટ્રેશન સાથે ૧૦૦ રૂપિયા આયોજન ખર્ચ માટે ભરવાના રહેશે. ફોર્મ વોટ્સએપથી પણ મેળવી શકાશે. રજિસ્ટ્રેશન ફોર્મ તા. ર૯-ર-ર૦ર૪ સુધી ભરી શકાશે. પોરબંદરમાં રજિસ્ટ્રેશન ફોર્મ મેળવવા માટે હિતેષભાઈ ઉનડકટ (મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬), ૧૬ નવો કુંભારવાડો, પાટા પાસે, પોરબંદરનો સંપર્ક કરવો. રઘુવંશી પરિવારના સગપણ લાયક યુવક-યુવતીઓને આ પરિચય મેળામાં જોડાવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે દિલીપભાઈ વિઠ્ઠલાણી (મો. ૯૭રર૦ ૦૬૯૧૧) અથવા હસમુખભાઈ દત્તાણી (મો. ૯૩૭૭ર ૯૩૭૮ર) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial