Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. ગતિશક્તિ યોજના હેઠળ ત્રણ નવા રેલ કોરિડોર બનશેઃ
નવી દિલ્હી તા. ૧ઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. તેમાં રેલવેને લઈને મહત્ત્વની જાહેરાતો કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. નાણામંત્રીએ આ બજેટમાં ટ્રાન્સપોર્ટ અને રેલવે માટે મોટી જાહેરાતો કરી છે. સરકાર સામાન્ય ટ્રેનોના કોચ બદલીને વંદે ભારત જેવા બનાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત મેટ્રો અને નમો રેલને અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી સંસદમાં પ્રથમ વખત અને કુલ છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'યાત્રીઓની સલામતી, સુવિધા અને આરામ માટે ૪૦,૦૦૦ સામાન્ય રેલવે કોચને વંદેભારત ટ્રેનના કોચની જેમ અપગ્રેડ કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ ઊર્જા, ખનિજ અને સિમેન્ટ માટે ત્રણ નવા રેલ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરી છે. આ કોરિડોરની ઓળખ પીએમ ગતિ શક્તિ હેઠળ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ કોરિડોરથી ખર્ચમાં ઘટાડો થશે અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે. આ ઉપરાંત ડેડિકેટેડ ફેટ કોરિડોરનું કામ પણ ચાલી રહ્યું છે જે દેશનો વિકાસ દર વધારવામાં પણ મદદ કરશે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial