Advertisement
Author: નોબત સમાચાર

ઊંચા પુલની બન્ને તરફનો માર્ગ અત્યંત બિસ્મારઃ વાહનચાલકોને ભારે પરેશાની

જાંબુડાથી બાલાચડી માર્ગ

જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લામાં જાંબુડાથી બાલાચડી જવાના માર્ગ ઉપર બેઠો પુલ હતો, જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જવાના, વાહન વ્યવહાર બંધ થઈ જવાના બનાવો બનતા હતાં. જેથી બે વર્ષ અગાઉ અહીં ઊંચો પુલ બનાવાયો છે, પણ પુલની બન્ને તરફ અડધો/એક કિ.મી. સુધીનો માર્ગ ખાડાવાળો અને અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગાડા માર્ગ જેવા આ રસ્તાને વ્યવસ્થિત ડામર રોડ કરવાની તાતિ જરૂર છે. રાજ્યના કેબિનેટ મંત્રીના વિસ્તારમાં આવેલ આ માર્ગ ઉપરથી દરરોજ નાના, મોટા અને ભારે વાહનોની અતિ વ્યસ્ત અવરજવર રહે છે ત્યારે પુલની બન્ને તરફનો માર્ગ નવો કરવા માંગણી ઊઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh