Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ચાર નવા પીઆઈની નિયુક્તિઃ પંદર પીએસઆઈની અન્યત્ર કરાઈ બદલીઃ
જામનગર તા. ૧ઃ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યના વહીવટીતંત્રમાં બદલીઓનો દૌર આરંભાયા પછી ગઈકાલે પોલીસ બેડામાં પણ બદલીઓનો હુકમ આવ્યો છે. હથિયારધારી તથા બિનહથિયારધારી વર્ગના મળી કુલ ૮૨૬ પીઆઈ, પીએસઆઈની બદલી કરવામાં આવી છે. બદલીઓમાં જામનગર અને દ્વારકામાં ચાર નવા પીઆઈ મુકાયા છે. જ્યારે બે પીઆઈની બદલી થઈ છે. હથિયારધારી વર્ગના ત્રણ પીએસઆઈ જામનગર મુકાયા છે અને એકની બદલી થઈ છે. તે ઉપરાંત જામનગરના ૧૫ પીએસઆઈની બદલી થઈ છે અને ૧૨ ફોજદાર જામનગર મુકવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યના પોલીસતંત્રમાં ફરજ બજાવતા હથિયારધારી વર્ગના ૪૩ પીએસઆઈ તથા બિન હથિયારધારી વર્ગના ૫૫૧ પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જ્યારે બિન હથિયાર ધારી વર્ગના ૨૩૨ પીઆઈની પણ બદલીનો ગઈકાલે આદેશ કરવામાં આવ્યો છે.
આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં બદલીઓનો દૌર આરંભાયો છે. નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓના બદલીઓના આદેશ પછી પોલીસબેડામાં પણ બદલીઓ શરૂ થઈ છે.
હથિયારધારી વર્ગના જે ૪૩ પીએસઆઈની બદલીનો હુકમ આવ્યો છે તેમાં જામનગરના પીએસઆઈ જસ્મિન જી. ઝીંઝુવાડીયાની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. જ્યારે વડોદરા (પશ્ચિમ રેલવે)માંથી પીએસઆઈ રણવીર શ્રીહરેરામ ઝાને જામનગર મુકવામાં આવ્યા છે. કચ્છના ભુજથી ખીમજીભાઈ પી. મારવાડાને એસઆરપી ગ્રુપ-૧૭માં તથા ખેડાથી આંબાભાઈ વી. ભરવાડને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવામાં આવ્યા છે.
જે ૨૩૨ બિનહથિયાર ધારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીનો હુકમ આવ્યો છે. તેમાં જામનગરના સિટી-સી ડિવિઝનમાં અગાઉ ફરજ બજાવી ગયેલા પીઆઈ પી.એલ. વાઘેલાને મહેસાણા મુકવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમના પીઆઈ એ.વાય. બ્લોચને સીઆઈડી ક્રાઈમમાં નિયુક્તિ અપાઈ છે. ભરૂચથી પીઆઈ એચ.વી. રાઠોડને જામનગર, વડોદરાથી પીઆઈ પી.એન. પટેલ તથા આણંદથી પીઆઈ એલ.ડી. ગમારાને દેવભૂમિ દ્વારકામાં મુકવામાં આવ્યા છે. તેની સાથે વલસાડથી પીઆઈ બી.જે. સરવૈયાને પણ દ્વારકા તથા પાટણથી પીઆઈ આર.એમ. વસવાને જામનગરમાં નિયુક્તિ આપવામાં આવી છે.
અગાઉ જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એલસીબીમાં ફરજ બજાવી ગયેલા પીએસઆઈ વી.એમ. લગારીયા પીઆઈ તરીકે પ્રમોશન મેળવ્યા પછી હાલમાં મોરબીમાં ફરજ બજાવે છે. તેઓને અને સુરતથી પીઆઈ એન.બી. ડાભીને પણ જામનગર મુકાયા છે.
આ ઉપરાંત જે ૫૫૧ બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે તેમાં જામનગરથી પીએસઆઈ એસ.વી. સામાણીને મોરબી, ડી.બી. લાખણોતરાને કચ્છ, એસઓજીના પીએસઆઈ જે.ડી. પરમારને વડોદરા, સિટી-સી ડિવિઝનના પીએસઆઈ આર.એ. રાવલને અમદાવાદ, કાલાવડના પીએસઆઈ એચ.વી. પટેલને રાજકોટ, પીએસઆઈ એમ.એન. જાડેજાને સીઆઈડી ક્રાઈમમાં, આર.એ. ચનીયારાને રાજકોટ, એમ.જે. મિયાત્રાને વડોદરા, સિટી-એ ડિવિઝન તેમજ એસઓજીમાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ વેરશીભાઈ કે. ગઢવીને સુરત, એમ.જી. વસાવાને તથા ડી.એસ. વાઢેરને અમદાવાદ, સિટી-એ ડિવિઝન તેમજ હાલમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ બી.એસ. વાળાને વડોદરા, કૌશિક સીસોદીયા, કિશોરસિંહ ઝાલાને સુરત તેમજ આર.એલ. ઓડેદરાને અમદાવાદ મુકાયા છે.
તેની સામે જામનગરમાં સુરતથી દિગ્વિજયસિંહ એમ. રાઠોડ, વનરાજસિંહ ડોડીયા, હાર્દિક એ. પીપળીયા, ટી.જે. તીરકર મુકાયા છે. ઉપરાંત અમદાવાદથી મિલન વી. ભાટિયા, વડોદરાથી સંગાડા શિતલબેન સી., આર.કે. ગોસાઈ, આઈબીમાંથી સી.બી. રાંકજા, સુરતથી જે.બી. મોરસાણીયા, પોરબંદરથી એમ.વી. દવે, વડોદરાથી સી.એમ. પોલીયા, સુરતથી વી.એસ. પોપટ તેમજ જુનાગઢથી કે.કે. મારૂ દ્વારકા મુકવામાં આવ્યા છે.
તે ઉપરાંત ગઈકાલના બદલીઓના ઓર્ડરમાં એસીબી તેમજ સીઆઈડી, આઈબીના પણ કેટલાક પીઆઈની બદલીઓનો હુકમ આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial