Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુટુંબ નિયોજનના ખોટા રિપોર્ટ તૈયાર કરી ઉચાપતનો આરોપ હતો
જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લાના બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિર્મળાબેન સાકરચંદ મહેતા સામે બે પુરૂષોને તે નવ સ્ત્રીઓના કુટુમ્બ નિયોજન ઓપરેશનના ખોટા રિપોર્ટ તૈયાર કરી રૂ. ર૪,૩પર ની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ સાથે જામનગર જિલ્લાના વહીવટી અધિકારીએ જોડીયા પોલીસમાં ભારતીય દંડ સહિતાની કલમ ૪૦૯, ૪૬૮, ૪૭૭ મુજબનો કેસ કર્યો હતો અને પોલીસે મહિલા અધિકારીની ધરપકડ કરી હતી.
આ ફોજદારી કેસ ૧૯૯૦ થી જોડીયા અદાલતમાં ચાલતો હતો, અદાલતમાં ર૦ સાહેદોની જુબાની તથા સંખ્યાબંધ સરકારી દસ્તાવેજો રજુ થયા હતાં.
આ કેસ જોડીયા અદાલતમાં ચાલી જતાં બચાવ પક્ષના વકીલની ઉલટ તપાસ તથા પુરાવાની ચકાસણી અદાલતે કરી હતી. તે પછી આરોપી નિર્મળાબેન સાકરચંદ મહેતાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ અદાલતે કરેલ છે. આ ફોજદારી કેસમાં નિર્મળાબેન સાકરચંદ મહેતાના બચાવમાં વકીલ એસ.કે. રાચ્છ, વિરલ એસ.રાચ્છ રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial