Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ગઈકાલે સાંજે કમોસમી વરસાદનું ઝાપટુંઃ માર્ગો ભીંજાયા

વાતાવરણમાં પલટો આવતા ઠંડકઃ

દ્વારકા તા. ૧ઃ દ્વારકામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્યા પછી કમોસમી વરસાદી માવઠું વરસ્યું હતું. આથી વાતાવરણમાં થોડીવાર માટે વધુ ઠંડક પ્રસરી હતી.

રાજ્યના કેટલાક નગરોમાં ગઈકાલે વાતાવરણ પલટાયું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધર્મ નગરી દ્વારકામાં પણ ગત્ સાંજે સાતેક વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવું વરસાદી ઝાપટું વરસી જતા દ્વારકાના માર્ગો ભીના થયા હતાં.

ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જો કે માત્ર હળવું ઝાપટું વરસ્યું હતું અને ત્યારપછી વાતાવરણ ચોખ્ખું થઈ જવા પામ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh