Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રના ઘેર આવેલા પિતાની રિક્ષા કોઈ હંકારી ગયુંઃ
જામનગર તા. ૧ઃ જામનગરના ગોકુલનગર તથા તળાવની પાળ પાસેથી બે આસામીના બાઈક ચોરાઈ ગયા છે. જ્યારે ગોકુલનગર નજીક સાયોના શેરીમાંથી એક રિક્ષા કોઈ શખ્સ હંકારી ગયો છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ચોરીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના ગોકુલનગર નજીકના અયોધ્યાનગરની શેરી નં.૧માં રહેતા વિશાલ રણછોડભાઈ સોનગરા નામના આસામીએ પોતાનું જીજે-૧૦-એસ ૪૬૮૯ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.૨૬ની રાત્રે રડાર રોડ પર હોટલની બહાર મૂક્યું હતું. ત્યાંથી સવાર સુધીમાં તે વાહન ચોરાઈ ગયું છે. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રડાર રોડ પર વસવાટ કરતા રાજેશ નરોત્તમભાઈ ભક્કડ નામના આસામીએ જીજે-૧૦-સીકે ૭૫૭૦ નંબરનું પોતાનું હીરો બાઈક ગયા સોમવારે રાત્રે તળાવની પાળે નવ નંબરના દરવાજા સામે ફળની એક દુકાન પાસે મૂક્યું હતું. ત્યાંથી એક કલાકમાં રૂ.૨૫ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે. સિટી-એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગર તાલુકાના હર્ષદપુરના વતની લાલજીભાઈ પોપટભાઈ રાંદલપરા સોમવારે સાંજે ગોકુલનગરમાં આવ્યા હતા. જ્યાં તેઓએ પોતાના પુત્ર પરેશભાઈ રાંદલપરાના સાયોના શેરીમાં આવેલા મકાન પાસે પોતાની જીજે-૩-એયુ ૩૨૬૮ નંબરની રિક્ષા મૂકી હતી. મંગળવારની સવાર સુધીમાં ત્યાંથી રિક્ષા ચોરાઈ ગઈ છે. પોલીસે ત્રણેય વાહન ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial