Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રેષ્ઠ શિક્ષકોનું કલેક્ટરના હસ્તે સન્માનઃ
જામનગર તા. ૧ઃ કેન્દ્રિય વિદ્યાલય ભારતીય નૌસેના પોત, વાલસુરા, જામનગરમાં ભારત દેશના રાષ્ટ્રીય પર્વ એવા ૭પ મા ગણતંત્ર દિવસની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. તેની શરૂઆત મુખ્ય અતિથિ શ્રીમાન વિજયસિંહ રાજપુરોહિત, પ્રાચાર્ય, કેન્દ્રિય વિદ્યાલય વાલસુરા જામનગર દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને, અને સહુ ઉપસ્થિત સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી.
ધોરણ ૧૧ ની વિદ્યાર્થિની, જુહી કુમારી અને દિપક કુમાર ગુપ્તા, પીજીટી-હિન્દી દ્વારા ભાષણમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિસભર વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અનેકતામાં એકતા સૂત્ર ચરિતાર્થ કરતી સુંદર ડાન્સ પ્રસ્તુતિ આપવામાં આવી હતી સાથે સાથે માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓએ સમૂહગાનથી પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વિદ્યાલયના વરિષ્ઠ શિક્ષક રામ-પીજીટી-ડીઝિક્સ અને હમીર ચુડાસમા-ટીજીટી- સામાજિક વિજ્ઞાન દ્વારા અનુક્રમે ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ અને ધો. ૧૦ સામાજિક વિદ્યાનમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં સાથે સાથે નરેશ વાંઝા-પ્રાથમિક શિક્ષકને પણ ૭૮ ઉત્તર વિધાનસભા જામનગરના જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર જામનગર દ્વારા શ્રેષ્ઠની કામગીરી બદલ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમના મુખ્ય અતિથિએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સભાગણને અનંત દેશસેવા કરવા પ્રેરિત કર્યા હતાં. આજે ભારત દેશ વિશ્વ પટલ ઉપર જે ઊંચાઈઓ અને સફળતાના શિખરો સર કરી રહ્યો છે તેને ટકાવી રાખવા પ્રેરિત કર્યા હતાં. કાર્યક્રમના અંતે દિપક-પીજીટી-રસાયણ દ્વારા ધન્યવાદ જ્ઞાપન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સહુને મુખ્ય અતિથિ મહોદયના હસ્તે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી શાલીની ઘોષ-પીજીટી-અંગ્રેજી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial