Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા બે લાખ સિત્તેર હજારનો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૧ઃ જામનગરના એક આસામી પાસેથી તેમના મિત્રએ રૂ.૨ લાખ ૭૦ હજાર હાથઉછીના મેળવી આપેલો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારાયો છે.
જામનગરમાં એલસીડી પ્રોજેકટર અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવાનો વ્યવસાય કરતા અતુલ મનહરલાલ મહેતાએ નાણાની જરૂરિયાત ઉભી થતાં પોતાના મિત્ર નવીન ભાઈ ખીમજીભાઈ કણઝારીયા પાસેથી રૂ.ર લાખ ૭૦ હજાર ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક નિયત તારીખે નવીનભાઈએ બેંકમાં રજૂ કરતા પરત ફર્યાે હતો.
આ બાબતે નોટીસ પાઠવ્યા પછી નવીનભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અતુલ મહેતાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશચંદ્ર ધારવીયા, પી.આર. જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial