Advertisement
Author: નોબત સમાચાર

અગાઉની માથાકૂટનો ખાર રાખી મુળીલા પાસે યુવાન પર ચાર શખ્સે કર્યાે હુમલો

ટ્રકના સમારકામ બાબતે હડધૂત કરાયાની રાવઃ

જામનગર તા. ૧ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી નજીક ગેરેજ ચલાવતા એક યુવાનને બે ટ્રાન્સપોર્ટરે અમારૂ કામ ફટાફટ કરવાનું તેમ કહી ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત એક યુવાનને ત્રણ ફડાકા ઝીંકી ધમકી આપી હતી. જ્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી નગરના યુવાનને લાલપુરના મુળીલા ગામ પાસે રોકી ચાર શખ્સે ધોકાવી નાખ્યો હતો.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત ગામમાં વસવાટ કરતા અને નાઘેડીના પાટિયા પાસે ગેરેજ ચલાવતા શૈલેષભાઈ ખીમજીભાઈ ભાંભી સોમવારે રાત્રે પોતાના ગેરેજ પર હતા ત્યારે બાજુમાં જ ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવતા મૂળુભાઈ મેરામણ મોેઢવાડીયા તથા પોપટભાઈ મેરામણ મોઢવાડીયાએ સમારકામ માટે ટ્રક મોકલાવ્યો હતો. આ વેળાએ શૈલેષભાઈએ ઉભાઉભ કામ નહીં થઈ શકે તેમ કહેતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બંને શખ્સે અત્યારે જ કામ કરવું પડશે તેમ કહી ગાળો ભાંડ્યા પછી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા હતા. આ વેળાએ વિજય નામનો યુવાન વચ્ચે પડતા તેને ત્રણ ફડાકા ઝીંકી અમારૂ વાહન આવે ત્યારે તાત્કાલિક કામ કરી આપવાનું, નહી તો પતાવી દઈશું તેવી ધમકી અપાતા સિક્કા પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગરના કિસાન ચોક વિસ્તારમાં આવેલી સુમરા ચાલીમાં રહેતા મોહસીન સલીમ ખફી ગઈકાલે સાંજે લાલપુર તાલુકાના મુળીલા ગામ પાસેથી જતા હતા ત્યારે શંકરટેકરીવાળા બોદુ ઈબ્રાહીમ ખફી, ગફાર ઈબ્રાહીમ, અલ્તાફ ઈબ્રાહીમ, અસગર હુસેન ખફીએ તેને રોકી લીધો હતો. અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી આ શખ્સોએ પાઈપ, તલવાર, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો અને હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. મોહસીને લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh