Advertisement
Author: નોબત સમાચાર

વિકસિત ભારત યાત્રા લાલપુરના ખડખંભાળિયા-મચ્છુ બેરાજા ગામોને ૧૦૦ ટકા રેકર્ડ ડિજિટલાઈઝેશનના પ્રમાણપત્રો એનાયત

જામનગર તા. ૧ઃ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાલપુર તાલુકાના ખડખંભાળિયા અને મચ્છુબેરાજા ગામે કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં આ બન્ને ગામોને ૧૦૦ ટકા રેકર્ડ ડિજિટલાઈઝેશન અંગે પ્રમાણપત્રો અપાયા હતાં.

દેશમાં પ્રત્યેક નાગરિક સુધી સરકારી લાભો પહોંચાડવા અને તેમની સમસ્યાના સમાધાનના ઉદ્દેશ સાથે શરૂ થયેલી વિકસિત સંકલ્પ યાત્રા આગળ વધી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ દરરોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા. ૭ જાન્યઅુારીના લાલપુર તાલુકાના ખડખંભાળિયા અને મચ્છુબેરાજા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી હતી.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં તેમજ આયુષ્માન કાર્ડ, જલજીવન મિશન, જનધન યોજના, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ થયેલ ગ્રામ પંચાયત અને ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટલાઈઝેશન થયેલ ખડખંભાળિયા અને મચ્છુ બેરાજા ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ગ્રામજનોએ વડાપ્રધાનના રેકોર્ડેડ સંદેશ સાંભળ્યો હતો તેમજ ભારતને વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લીધા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh