Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાનું સાર્વજનિક ઈલેક્ટ્રીક સ્મશાન શરૂ: માત્ર સવા રૂપિયામાં થશે દહનક્રિયા

પહેલા પાલિકા દ્વારા રૂ. પ૦૦ નો ચાર્જ વસુલાતો હતો

ખંભાળીયા તા. ૧ઃ ખંભાળીયાના સાર્વજનિક સ્મશાનમાં ઈલેક્ટ્રીક દહનક્રિયાની વ્યવસ્થા આજથી શરૂ થઈ છે, જેમાં ટોકન ચાર્જ માત્ર સવા રૂપિયો જ રહેશે.

ખંભાળીયા પાલિકા દ્વારા સાર્વજનિક હિન્દુ સ્મશાનમાં ઈલેકટ્રીક સ્મશાન ગૃહની સવલત આપવામાં આવી હતી  પણ જાણકાર ટેકનિકલ સ્ટાફના હોય વારંવાર બગડી જતું આ ઈલેક્ટ્રીક સ્મશાન ઘણાં સમયથી બંધ હતું જે સ્મશાન સંભાળવાની જવાબદારી સ્મશાનના ટ્રસ્ટીઓએ લેતા પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયાની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ કારોબારી સભામાં આ સ્મશાન સાર્વજનિક સ્મશાન સમિતિને સોંપવા ઠરાવ થયો હતો.

આ પછી સ્મશાનના ટ્રસ્ટીઓ જગુભાઈ રાયચુરા, રાકેશભાઈ તથા અન્યોએ ખાસ જહેમત ઉઠાવીને આ ઈલેકટ્રીક સ્મશાન ચાલુ કરીને આ સ્મશાનમાં માત્ર સવા રૂપિયાના ટોકન ભાડાથી અગ્નિદાહ આપવાની કામગીરી શરૂ થઈ છે જે રેકોર્ડ ગણાય છે.

પાલિકા દ્વારા રૂ. પ૦૦ લેવાતા હતા તથા હાલ ઈલેકટ્રીક સિવાય લાકડાના સ્મશાનોમાં પણ ૧પ૦૦-ર૦૦૦ રૂપિયા થાય છે ત્યારે સ્મશાન દ્વારા ઈલેકટ્રીકમાં માત્ર સવા રૂપિયામાં અગ્નિદાહ શરૂ કરાયો છે જે ખૂબ જ પ્રેરક કાર્ય અન્ય ગામો માટે બની રહ્યું છે.

તાજેતરમાં અગ્રણીઓ યોગેશભાઈ મોટાણી, સુરેશભાઈ ભૂત, રવિભાઈ ગોકાણી, નીતિનભાઈ ગણાત્રા, મજીઠીયાભાઈ વિગેરે દ્વારા મુલાકાત પણ લેવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh