Advertisement
Author: નોબત સમાચાર

નાણામંત્રી સીતારમણે સંસદમાં રજૂ કરેલા મોદી સરકારના વર્ષ ૨૦૨૪-૨૦૨પ ના વચગાળાના બજેટની હાઈલાઈટ્સ

  • વચગાળાના બજેટમાં આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયા. એટલે કે કરદાતાઓને કોઈ રાહત મળી નથી.
  • રેલવેથી લઈને અન્ય સેક્ટર સુધીના પ્રોજેક્ટ માટે સરકારે તેનું વિઝન રજૂ કર્યું છે. ત્રણ નવા રેલવે કોરિડોર બનાવાશે. યાત્રી ટ્રેનોમાં મોટાપાયે સુધારા કરાશે. ૪૦ હજાર સામાન્ય કોચને વંદેભારતમાં રૂપાંતરિક કરાશે.
  • સ્ટાર્ટઅપ માટે ટેક્સ છૂટમાં એક વર્ષનો વધારો કરાયો છે.
  • રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવાનું યથાવત્.
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૧૧ ટકા ખર્ચ વધુ કરાશે.
  • સંરક્ષણ ક્ષેત્ર ૧૧.૧ ટકા ખર્ચ વધારવામાં આવશે જે જીડીપીનો ૩.૪ ટકા હશે.
  • રાજકોષીય ખાધ પ.૧ ટકા રહેવાનું અનુમાન છે. ૪૪.૯૦ કરોડ રૂપિયા ખર્ચ થયો છે, ૩૦ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે.
  • આંગણવાડી વર્કરોને હવે આયુષ્માન યોજનાનો લાભ અપાશે.
  • તેલીબિયાની રિસર્ચને પ્રોત્સાહિત કરાશે.
  • ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરાશે.
  • રૂફીટોપ સોલર પ્લાન હેઠળ ૧ કરોડ ઘરોને ૩૦૦ યુનિટ/મહિનો ફ્રી વીજળી.
  • સર્વાઈકલ કેન્સરની વેક્સિનેશન પર ધ્યાન અપાશે. ૯-૧૪ વર્ષની છોકરીઓના વેક્સિનેશન પર ખાસ ધ્યાન અપાશે. માતૃ અને શિશુ દેખરેખની યોજનાને પ્રોત્સાહન અપાશે.
  • પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બન્યા, આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.
  • સરકાર મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના લાવશે. આગામી પ વર્ષમાં વધુ ર કરોડ બનાવશે. પીએમ આવાસ યોજના હેઠળ ૩ કરોડ ઘર બની ગયા છે.
  • પ ઈન્ટિગ્રેટેડ એકવાપાર્ક બનાવાશે.
  • ડિફેન્સ માટે ૬.ર લાખ કરોડ રૂપિયાનું બજેટ રખાયું.
  • મનરેગા ૬૦ હજાર કરોડથી વધારીને ૮૬ હજાર કરોડને બજેટ કરાશે.
  • છેલ્લા ૧૦ વર્ષમાં રપ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનો સરકારનો દાવો.
  • પીએમ મુદ્રા યોજના હેઠળ રર.પ લાખ કરોડની ૪૩ કરોડ લોન મંજુર કરાઈ.
  • ૧૧.૮ કરોડ ખેડૂતોને નાણાકીય સહાય અપાઈ. ગરીબ કલ્યાણ યોજનામાં ૩૪ લાખ કરોડ ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરાયા
  • સર્વાઈકલ કેન્સર માટે રસીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે, તેને રોકવા માટે કામ કરવામાં આવશે.
  • આ અંતર્ગત ૯-૧૪ વર્ષની વયની છોકરીઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.
  • માત્ર શક્તિ અને છોકરીઓ માટે નવો કાર્યક્રમ લાવવામાં આવશે અને તેમને તેનો લાભ આપવામાં આવશે.
  • આ સિવાય લક્ષદ્વીપમાં નવી યોજનાઓ શરૂ કરાશે એમ પણ તેઓએ કહ્યું.
  • દેશમાં ૭ આઈઆઈટી અને ૧પ એઆઈ આઈએમએસ શરૂ કરવામાં આવશે.
  • આગામી પ વર્ષ દેશના વિકાસ માટે શાનદાર હશે.
  • રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર હશે સંપૂર્ણ ફોકસ.
  • સરકાર નેકસ્ટ જનરેશન રિફોર્મ લાવશે.
  • મધ્યમ વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પર કામ શરૂ.
  • એમએસએમઈ માટે બિઝનેસ સરળ કરવા પર કામ શરૂ.
  • દેશમાં વધુ મેડિકલ કોલેજ ખોલવા પર કામ કરીશું.
  • આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે. એએસએચએ વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ.
  • નેનો ડીએપીનો ઉપયોગ વધારાશે.
  • પશુ પાલકોની મદદ માટે સરકાર યોજના લાવીશું.
  • ડિફેન્સમાં ડીપ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે યોજના લાવીશું.
  • કૃષિ માટે મોર્ડન સ્ટોરેજ, સપ્લાય ચેન પર ફોકસ,
  • સરસવ, મગફળીની ખેતી માટે સરકાર વધુ પ્રોત્સાહન આપશે.
  • મત્સ્ય યોજનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરાશે.
  • સી-કૂડ એકસપોર્ટ બેગણી કરવાનો ટાર્ગેટ.
  • સરકાર પ ઈન્ટીગ્રેટેડ એકવા પાકર્સ ખોલશે.
  • લખપતિ દીદીઓની સંખ્યા ર૦ લાખથી વધારીને ૩૦ લાખ કરીશું.
  • ઈન્ફ્રા પર ૧૧.૧ ટકા વધુ ખર્ચ કરાશે.
  • ૧૧.૧૧ લાખ કરોડ કેપેકસનું એલાન,અત્યાર સુધીના સૌથી મોટા કેપેકસનું એલાન.
  • એનર્જી, મિનરલ, સિમેન્ટના ૩ નવા કોરિડોર બનાવાશે.
  • જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

    Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

    Android: https://rb.gy/surhtv

    Apple ios: https://rb.gy/cee4r9

     

    Social Media

    ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

    https://www.instagram.com/nobatdaily?r=nametag

     

    વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

    https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh