Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઐતિહાસિક પ્રસંગે રાજવી પરંપરા મુજબ
ગોંડલ તા. ૧ઃ તાજેતરમાં ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહજીના રાજ્યાભિષેકનો કાર્યક્રમ રજવાડી ઠાઠ સાથે ભવ્યતાથી સંપન્ન થયો હતો. આ પ્રસંગે દેશભરના રાજવી પરિવારો તથા ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જે પૈકી જામનગરના અર્જુનસિંહ જાડેજા, પ્રમોદસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા તથા ભરતસિંહ જાડેજા પણ ઐતિહાસિક અવસરે ગોંડલ સ્ટેટના અતિથિ થયા હતાં તેમજ હિમાંશુસિંહજીને તલવાર ભેટ કરી તથા સુવર્ણમુદ્રાથી ધોળ ઉતારી રાજવી પરંપરા નિભાવી હતી.
ઉલ્લેખનિય છે કે, આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના શિષ્ય શ્રી નારાયણનંદજી મહારાજ સહિત અનેક સંતો-મહંતોની શુભ ઉપસ્થિત રહી હતી. રાજતિલક પછી ર૦ થી વધુ વિન્ટેજ કાર તથા હાથી-ઘોડા, ઊંટ સાથેની રજવાડી ઠાઠ સાથેની ભવ્ય નગરયાત્રાએ રાજાશાહી સમયનું વાતાવરણ પૂર્નજીવીત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial