Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈએમપીએસ, એનપીએસ ઉપાડ, સોવરિન ગોલ્ડ બોન્ડ સંદર્ભે શું થયા ફેરફાર... જાણો...
નવી દિલ્હી તા. ૧ઃ બજેટ પહેલા આજથી પ નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત થઈ છે. આજે દેશમાં ઘણાં નાણાકીય નિયમોમાં ફેરફાર જોવા મળશે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.
દર મહિનાની પહેલી તારીખે નિયમમાં ફેરફાર થાય છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. આજથી શરૂ થતા ફેબ્રુઆરી મહિનામાં ઘણાં ફેરફાર જોવા મળશે. દેશના નાણાકીય આયોજન માટે દર વર્ષે ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. આજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે પ નાણાકીય નિયમોમાં ફેરફાર પણ જોવામાં આવશે. જેમાં એલપીજીની કિંમતમાં વધારો, ફાસ્ટટેગ ઈકેવાયસી કરાવવા માટે એક મહિનાનો વધુ સમય આપવા જેવા ફેરફાર થયા છે.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં બજેટના દિવસે એલપીજી સિલિન્ડરના ૧૯ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ૧૪ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે, જેની કિંમત ૧૭પપ.પ૦ રૂપિયાથી વધીને ૧૭૬૯.પ૦ રૂપિયા કરવામાં આવી છે.
હાલના સમયમાં એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે બેંક જવાની જરૂર નથી. જેમાં સેકન્ડોમાં જ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે આઈએમપીએસ પણ એક સાથે વિકલ્પ છે. હવે ૧ ફેબ્રુઆરી ર૦ર૪ થી યુઝર ફક્ત રિસિવરનો મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નામ ઉમેરીને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર આ નિયમ પછી પૈસા ટ્રાન્સફર કરવા માટે આઈએફએસસી કોડની જરૂર રહેશે નહીં.
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જાન્યુઆરીમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. આમાં હવે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ રપ ટકા રકમ ઉપાડી શકાશે નહીં. આ સિવાય પીએફઆરડીએ એ નિર્દેશ આપ્યો છે કે હવે ગ્રાહકો ઘર ખરીદવા અથવા બાંધકામ માટે જ આંશિક ઉપાડ કરી શકશે. આ નિયમ ૧ ફેબ્રુઆરી ર૦ર૪ એટલે કે આજથી લાગુ થશે.
નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ ૩૧ જાન્યુઆરી પછી ડીએક્ટીવ થઈ જશે, પરંતુ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૧.ર૭ કરોડમાંથી માત્ર ૭ લાખ ફાસ્ટેગ બંધ કરવામાં આવ્યા છે. તેથી આ સમયમર્યાદા વધુ એક મહિનો લંબાવવામાં આવ્યો છે. એનએચએઆઈ અનુસાર લોકોને આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કવામાં આવી રહ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે સોવરિન ગોલ્ડ બોન્ડનો છેલ્લો હપ્તો બહાર પાડશે. આ સિરીઝ ૧ર મી ફેબ્રુઆરીએ ખુલશે અને ૧૬ મી ફેબ્રુઆરીએ બંધ થશે. છેલ્લા સિરીઝ ૧૮ ડિસેમ્બર ર૦ર૩ ના ખુલી હતી. આ સિરીઝમાં સોનાની કિંમત ૬,૧૯૯ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial