Advertisement
Author: નોબત સમાચાર

માત્ર જી.જી. હોસ્પિટલમાં દરરોજની ૩પ૦૦ દર્દીની ઓપીડીઃ તંત્રો નોંધ લેશે?

જામનગરમાં રોગચાળો વકર્યોઃ સરકારી-ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ

જામનગર તા. ૧ઃ જામનગરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. મળતી માહિતી મુજબ માત્ર જી.જી. હોસ્પિટલમાં દરરોજની ૩પ૦૦ ની ઓપીડી રહે છે. તેમાંથી ૧૪૦૦ દર્દીઓ માત્ર તાવ, શરદી, ઉધરસ, પેટનો દુઃખાવો વગેરે રોગના કેસ નોંધાઈ રહ્યા છે.

જામનગરમાં સરકારી, ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ખાસ કરીને સામાન્ય તાવ, શરદી, ઉધરસના દર્દીઓની સંખ્યા વિશેષ રહે છે. માત્ર સરકારી જી.જી. હોસ્પિટલમાં જ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ જી.જી. હોસ્પિટલમાં જ દરરોજની ૩પ૦૦ ની ઓપીડી રહે છે. તેમાંથી ૪૦ ટકા એટલે કે આશરે ૧૪૦૦ જેટલા દર્દીઓ ફક્ત અને ફક્ત તાવ, શરદી, પેટનો દુઃખાવો, ઉધરસ વગેરે રોગના નોંધાઈ રહ્યા છે, જ્યારે આ વધતા રોગચાળાને અંકુશમાં લેવા તંત્રએ જરૂરી પગલાં લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh