Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના વેરા બીલોની બજવણી હાથ ધરવામાં આવી રહી છે. જરૂર પડ્યે આસામીઓએ મહાનગર પાલિકાની મિલકત વેરા શાખાનો સંપર્ક સાધવાનો રહેશે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા આસામીઓને ડિજીટલ માધ્યમથી વેરા બીલોની બજવણી કરવામાં આવી રહી છે. મોબાઈલ ફોન, એસએમએસ, મેઈલ એડ્રેસ મારફત મિલકત, પાણી વેરાના બીલો મોકલવામાં આવી રહ્યા છે. જામમ્યુકોની વેબસાઈટ પરથી પણ બીલ ડાઉનલોડ કરી શકાય છે. બીલ બજવણી સમયે મિલકતધારક ઉપલબ્ધ ન હોય અને બીલની બજવણી થઈ શકે તેમ ન હોય તેવા મિલકતધારકોએ મહાનગર પાલિકાની મિલકત વેરા શાખામાંથી બીલ મેળવી લેવાના રહેશે. જેમના મેઈલ એડ્રેસ, મોબાઈલ નંબર મહાનગર પાલિકા પાસે ઉપલબ્ધ નથી તેમને ઘેર બીલ પહોંચાડવામાં આવશે. ત્યારે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તેમ જામનગર મહાનગર પાલિકાની ટેક્સ શાખાના આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial