Advertisement
Author: નોબત સમાચાર

હેમંત સોરેનની ધરપકડ સામે ઝારખંડ હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણીઃ અદાલત નારાજ

કપિલ સિબ્બલે સુપ્રિમ કોર્ટમાં પણ અરજી મૂકી છેઃ

રાંચી તા. ૧ઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈ.ડી. દ્વારા ધરપકડ સામેની અરજી અંગે ત્યાંની હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. વડી અદાલતે આ કેસમાં ઉતાવળ શું છે? તેવી ટકોર સાથે નારાજગી પણ દર્શાવી હોવાનું જાણવા મળે છે.

ઝારખંડ હાઈકોર્ટ આવતીકાલે જમીન કૌભાંડ કેસમાં ધરપકડ વિરૂદ્ધ જેએમએમ નેતા હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરશે. હેમંત વતી એડવોકેટ જનરલ રાજીવ રંજન અને એડિશનલ એડવોકેટ જનરલ સચિન કુમારે હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસની ઉતાવળ હોય તેવું લાગતું નથી. તેથી આ કેસની સુનાવણી આવતીકાલે થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડી બપોરે હેમંત સોરેનને કોર્ટમાં હાજર કરી શકે છે. આ તરફ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સુપ્રિમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે. જેએમએમ નેતા હેમંત સોરેનની જમીન કૌભાંડ કેસમાં બુધવાર, ૩૧ જાન્યુઆરીની રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ સામે હેમંત સોરેન વતી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રિમ કોર્ટ સમક્ષ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હેમંત સોરેનની ધરપકડનો ઉલ્લેખ કર્યો છે. એસસી આવતીકાલે ર ફેબ્રુઆરીએ મામલાની યાદી આપવા સંમત છે.

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન દ્વારા ઈડી વિરૂદ્ધ દાખલ કરેલી રિટ પિટિશન પર કાર્યકારી ચીફ જસ્ટિસ એસ ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની અધ્યક્ષતાવાળી બેન્ચમાં સુનાવણી થઈ. હેમંત વતી એડવોકેટ જનરલ રાજીવ રંજન અને એડિશનલ એડવોકેટ જનરલ સચિન કુમારે હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે આ મામલે નારાજગી વ્યક્ત કરીહ તી. કોર્ટે કહ્યું કે આ કેસની ઉતાવળ હોય તેવું લાગતું નથી. તેથી આ કેસની સુનાવણી આવતીકાલે થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh