Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષથી દબાણના કારણે નવો માર્ગ બનતો ન હોતો
ખંભાળીયા તા. ૧ઃ ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં બે વર્ષથી રોડ નવો મંજુર થયો હતો પરંતુ રોડની જગ્યા પર નજીક રહેતા આસામીઓએ મકાનો, કમ્પાઉન્ડ વોલ, દીવાલો, દુકાનો કરી નાખતા બે વર્ષથી મંજુર રોડ થતો નહતો તથા લાંબા સમયથી ગ્રાંટો પણ પડી હતી.
દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્મા તથા પ્રાંત અધિકારી કે.કે. કરમટાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ મામલતદાર વિક્રમભાઈ વરૂ તથા ટીડીઓ કે.વી. શેરડીયા દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગઈકાલે બપોરે ડિમોલિશન શરૂ કરાયું હતું જે મોડી રાત્રિ સુધી ચાલુ રહ્યું તથા ૧૭ જેટલા દબાણો હટાવી દેવાયા હતાં.
રસ્તો મંજુર થયેલ તે પ્લાનને ધ્યાને રાખી તે રસ્તાની બન્ને તરફ દબાણો હટાવાઈ રહ્યા છે જે કામગીરી આજે પણ ચાલુ રહી હતી તથા આજે રાત્રિ સુધીમાં આ તમામ દબાણો દૂર થશે જે પછી બે-બે વર્ષથી મંજુર થયેલ નવો રોડ બનશે તથા ગ્રામજનોને નવી સવલત પ્રાપ્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial