Advertisement
Author: નોબત સમાચાર

બે મેડિકલ સ્ટોરના સંચાલકને હાજર થવા અદાલતનું પ્રસિદ્ધ થયું જાહેરનામું

અગાઉ જારી કરવામાં આવ્યા હતા વોરંટઃ

જામનગર તા. ૧ઃ જામનગરની બે પેઢી સામે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ કાર્યવાહી કરાઈ હતી. તેના સંચાલકોને કોર્ટમાં હાજર થવા અદાલત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જામનગરમાં સુભાષ શાક માર્કેટથી આગળ આવેલા વાઘેરવાડામાં બાલમંદિર ચોકમાં આવેલી હુસેની મેડિસીન નામની પેઢીમાં થોડા સમય પહેલાં દરોડો પાડવામાં આવ્યો હતો અને તેના સંચાલક સામે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા ૧૯૪૦ની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે પેઢીના સંચાલક સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હોવા છતાં તે શખ્સ અદાલતમાં હાજર થતો નથી આથી તેને આગામી તા.૧૪ માર્ચે હાજર થઈ જવા ચીફ કોર્ટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

તે જ રીતે હાપા રોડ પર આવેલા લાલવાડી નજીકના પટેલ સમાજ સામે રોયલ મેડિકલ નામની પેઢીમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો અને ઔષધ-સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ કાર્યવાહી કરાઈ હતી. તેનો સંચાલક પણ હાજર થયો નથી અને વોરંટ ન બજે તે માટે સંતાતો ફરે છે. આ આસામીને પણ તા.૧૪ માર્ચે કોર્ટમાં હાજર થવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh