Advertisement
Author: નોબત સમાચાર

ભાદરા પંથકની ચા-પાનની દુકાનોમાં ચેકીંગઃ એકંદરે ર૪ કેસ નોંધાયાઃ રૂ. રપ૦૦ નો દંડ

તમાકુ અને તેની બનાવટો અંગે

જામનગર તા. ૧ઃ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સૌમ્યાના મોનિટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટિયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં સીઓટીપીએ-ર૦૦૩ અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે પ કેસ, તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેંચવા, આપવા પર પ્રતિબંધ મુજબ ૯ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની નજીકના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેંચાણ કરવા પર પ્રતિબંધ મુજબ ૧પ કેસ દાખલ થયા હતાં. આ સમગ્ર કામગીરી દરમિયાન રૂ. રપ૦૦ જેટલો દંડ એકત્ર કરાયો હતો. આ કામગીરી તાલુકા સુપર વાઈઝર બી.કે. ગોધાણી, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, એમ.પી.એસ. સુધીર રાઠોડ, એમ.પી.ડબલ્યું પી.બી. બારડ, એમ.બી. રાઠોડ, આર.જે. પરમાર તેમજ જોડિયા પલીસ સ્ટેશનમાંથી પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh