Advertisement
Author: નોબત સમાચાર

તારીખ ૧૪ ના યોજાયેલ સ્ટેન્ડીંગ કમિટીની ફાઈલોમાં જુની તારીખમાં સહીઓ કરાઈ

મહાનગરપાલિકામાં 'સહી' કૌભાંડઃ

જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગર પાલિકાનો વહીવટ કાયમ ચર્ચામાં રહેતો હોય છે. અધિકારીઓ અને પદાધિકારીઓ નિયમને નેવે મૂકીને કેટલાક નિર્ણય લઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલી ફાઈલોમાં પાંચ દિવસ પહેલાની તારીખમાં સહીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મહાનગરપાલિકા વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે.

ગત્ તા. ૧૪ અને ગુરુવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ઉતાવળે બોલાવાઈ હતી. આચારસંહિતાની દહેશતના કારણે આ બેઠકમાં વધુ રૂ ૪પ કરોડથી વધુ રકમના કામોને ધડાધડ મંજુરી દેવામાં આવી હતી, જો કે આ બેઠક માટેનું આગોતરૂ કોઈ આયોજન ન હતું. છેલ્લી ઘડીએ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. આથી તમામ વિભાગો પાસેથી કામની ફાઈલો મંગાવાઈ હતી.

સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણાયાધિન તમામ ફાઈલો પી.આર.ઓ. શાખા મારફત મોકલવામાં આવતી હોય છે, પરંતુ ૧૪ તારીખે યોજાયેલ બેઠકની ફાઈલો પાંચ દિવસ પહેલા એટલે કે તા. ૮ માર્ચની તારીખ લખી ફાઈલો સહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ફાઈલોમાં ડીએમસીએ જુની તારીખમાં સહી કરવાની ના પાડી હતી. આથી તેમને ફરજિયાત રજા ઉપર ઉતરી જવાનો ઉપરી અધિકારીએ આદેશ આપ્યો હોવાનું પણ જાણવા મળે છે.

જો કે તેઓ બીમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. આ પછી રાતોરાત ડીએમસીની બદલીનો પણ આદેશ થયો હતો. આમ જુની તારીખોમાં કરાયેલ સહીનો વિવાદ ભારે ચગ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh