Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા કાલાવડમાં વર્લીનું બેટીંગ લેતા બે ઝબ્બે

રોકડ તથા સ્લીપ કબજે કરાઈઃ

જામનગર તા. ૧૮ઃ કાલાવડ શહેર તથા નગરમાં પોસ્ટ ઓફિસ પાસેથી પોલીસે બે શખ્સને વર્લીનું બેટીંગ લેતા પકડી પાડ્યા છે.

કાલાવડ શહેરની મુખ્ય બજાર પાસે આવેલા એક મકાનના ઓટલા પર બેસી એક શખ્સ વરલીનું બેટિંગ લેતો હોવાની બાતમી પરથી શનિવારે બપોરે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી પ્રવીણભાઈ મોહનભાઈ અગ્રાવત ઉર્ફે પવલો બાવાજી નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાં રૂ૩૬૫૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચીઠી કબજે કરી છે.

જામનગરના બેડીમાં આવેલા સરકારી દવાખાના પાસે  રહેતો અબ્બાસ હાસમ ગંધા નામનો શખ્સ શનિવારે સાંજે ચાંદી બજાર પાસે આવેલી પોસ્ટ ઓફિસ નજીક જાહેરમાં ઉભો રહી વરલીના આંકડા લખતો હતો ત્યારે પોલીસે પકડી પાડી રૂ૧૧૨૦ રોકડા કબજે કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh