Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા ચૂંટણી જાહેર થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ યોજી પ્રેસ કોન્ફરન્સ
જામનગર તા. ૧૮ઃ લોકસભાની ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા સંસદીય મતવિસ્તાર માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
૧ર-જામનગર બેઠક અંગે વિગતો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક માટે ૧૮,૧૩,૯૧૩ મતદારો નોંધાયા છે જેમાં ૯,ર૯,૮૯૬ પુરુષ મતદારો, ૮,૮૩,૯૮૩ મહિલા મતદારો તથા અન્ય ૩૬ નોંધાયા છે.
૧૦૦ વર્ષથી વધુ વયના ર૭૩ મતદારો, ૮પ વર્ષથી વધુ વયના ૧૧,૪૦પ મતદારો જ્યારે ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ર૯,૬૪ર છે.
આ વખતની ચૂંટણીમાં કુલ ૧૮૭૯ મતદાન મથકો પર મતદાન થશે. જેમાં ૩૮૬ સંવેદનશીલ મતદાન મથકો છે. આ ઉપરાંત પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ મહિલા સંચાલિત ૭, દિવ્યાંગો દ્વારા સંચાલિત એક, મોડેલ મતદાન મથક એક, યુવા અધિકારી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાએ એક મતદાન મથકો રહેશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ૮૮૭ર કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. સાત વિધાનસભા મત વિસ્તાર માટે રર૪ ઝોનલ રૂટ નક્કી કરી તેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
રીસીવીંગ ડિસ્પેચીંગ સેન્ટર
૧ર-જામનગર લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં સાત રીસીવીંગ ડિસ્પેચીંગ સેન્ટરો રાખવામાં આવ્યા છે.
જેમાં ૭૬-કાલાવડ માટે હરધ્રોળ હાઈસ્કૂલ, ધ્રોળ, ૭૭-જામનગર (ગ્રામ્ય) માટે શ્રી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય, જામનગર, ૭૮-જામનગર (ઉત્તર) માટે ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર, ૭૯-જામનગર (દક્ષિણ) માટે શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ વિદ્યાલય, જામનગર, ૮૦-જામજોધપુર માટે શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ,, લાલપુર, ૮૧-ખંભાળિયા માટે પ્રાંત કચેરી, ખંભાળિયા તથા ૮ર-દ્વારકા માટે શારદાપીઠ કોલેજ, દ્વારકા.
મતગણતરી સ્થળ
મતગણતરીની કાર્યવાહી તા. ૪-૭-ર૦ર૪ ના હાથ ધરવામાં આવશે. ૧ર-જામનગર લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી માટે જામનગર શહેરમાં ઈન્દિરા માર્ગ ઉપર આવેલ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજનું બિલ્ડીંગ નક્કી કરવામાં આવેલ છે.
એક બાર પદ્ધતિ (સીંગલ વિન્ડો સિસ્ટમ)
લોકસભાની સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ના સંદર્ભમાં રાજકીય પક્ષો તથા ઉમદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે જુદી જુદી મંજુરીઓ જેવી કે વાહન પરમીટ, સભા તથા સરઘસ અંગેની મંજુરી, લાઉડ સ્પીકરની પરવાનગી વિગેરે જુદા જુદા અધિકારીઓ પાસેથી મેળવવાની રહે છે. આ માટે તેઓએ જુદી જુદી કચેરીમાં જવું ન પડે અને એક જ સ્થળેથી જરૂરી પરવાનગી તેઓ સરળતાથી મેળવી શકે તે માટે સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે.
રાજકીય પક્ષો/ઉમેદવારો તેમણે મેળવવાની થતી પરવાનગી અંગેની અરજીઓ આ અધિકારીને રજૂ કરી શકશે અને આ અધિકારી સંબંધિત કચેરીમાંથી જરૂરી પરવાનગી મેળવી રાજકીય પક્ષો/ઉમેદવારોને આપશે.
મતદારયાદી સંબંધીત હેલ્પલાઈન
જામનગર જિલ્લાના લોકો મતદારયાદીમાં તેમના નામ દાખલ થયેલ છે કે કેમ? તેની ચકાસણી માટે તેમજ ફોટો ઓળખપત્ર ધરાવે છે કેમ? ફોટો ઓળખપત્ર ધરાવતા હોય તો તેના નંબર મેળવી શકે તેમજ મતદારો ક્યા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે તેની જાણકારી મળી શહે તે માટે કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે. જેના ટેલિફોન નંબર ૧૯પ૦ છે.
ચૂંટણી સંબંધીત આઈ.ટી. એપ્લિકેશનો
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ દરમિયાન મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને વિવિધ જાણકારીઓ, ફરિયાદોના નિકાલ સરળતાથી થઈ શકે તે માટે ચૂંટપી પંચ દ્વારા વિવિધ ઓનલાઈન એપ્લિકેશનો ડેવલપ કરવામાં આવેલ છે.
સી-વીજીલઃ ચૂંટણી સંબંધિત આચારસંહિતાના ભંગ તેમજ ખર્ચ અંગેની ફરિયાદો માટે, સુવિધાઃ ઉમેદવારોને જરૂરી અલગ અલગ મંજુરીઓ મેળવવા તેમજ ઉમેદવારી પત્ર ઓનલાઈન રજૂ કરવા માટે, વોટર હેલ્પલાઈનઃ મતદારોને મતદારયાદી સંબંધિત માહિતી માટે, પીડબલ્યુડીઃ દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે સહાયતા માટે, સક્ષમઃ વોટર ટર્નઆઉટઃ મતદાનના દિવસે થયેલ મતદાનની વિગતો જાણવા માટે, નો યોર કેન્ડિડેટઃ હરિફ ઉમેદવારોની વિગતો જાણવા માટે, કેન્ડિડેટ એપઃ હરિફ ઉમેદવારોને પોતાના ઉમેદવારી પત્ર વિશે જાણકારી તેમજ માંગવામાં આવેલ મંજુરીના સ્ટેટ્સની જાણકારી માટે એપ્લિકેશન ઉપલબ્ધ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial