Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા તથા મગફળીની દલાલીનો ધંધો કરતા પ્રવિણભાઈ ભોગાયતા નામના એક ૬૦ વર્ષના પ્રૌઢ મગફળી વેચવા માટે સલાયા રોડ પરની એક મીલમાં તેમના પુત્ર સાથે ગયા હતાં.
મગફળીના સેંપલ કરતા તેમને શ્વાસ ઉપડતા મીલ માલિક દ્વારા હોસ્પિટલ લઈ જવા કહેલું જે પછી વધુ શ્વાસ થતા બાઈકમાં તાકીદે સરકારી હોસ્પિટલે લઈ ગયા હતાં સારવાર ચાલુ કરી કાર્ડિયોગ્રામ કાઢે ત્યાં જ તેમનું હૃદયરોગના હુમલામાં અવસાન થઈ ગયું હતું. મૃતક મૂળ મેવાણ ગામના બ્રાહ્મણ હતા. તેમના આ રીતે અચાનક મૃત્યુથી શોકની લાગણી ફેલાઈ છે.
અન્ય એક બનાવમાં ખંભાળીયામાં વારાહી ચોક પાસે રહેતા નવીનભાઈ નામના આંગડીયાનું જામનગર કામ કરતા એક પ્રૌઢને પણ ઓચીંતા હૃદયરોગનો હુમલો આવતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું. ખૂબ જ જુના આંગડીયા તથા મિલનસાર સ્વભાવના આ પ્રૌઢ મૃત્યુ પામ્યા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં પણ એક ખેડૂત આવી રીતે હૃદયરોગ હુમલામાં મૃત્યુ પામ્યાનું પણ બહાર આવ્યું છે.ં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial