Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં લાગુ થઈ સભા સરઘસબંધી અને હથિયારબંધી

લોકસભાની ચૂંટણી જાહેર થતા

જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લામાં સરઘસ, સભા યોજવા કે તેમા ભાગ લેવા તેમજ હથિયાર સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ થાય તે હેતુથી તેમજ જિલ્લામાં સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૪૪ એ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના આત્મ રક્ષણના તથા પાક રક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના પરવાનાવાળા હથિયારો સાથે કોઈ સરઘસ કાઢવા, કોઈ સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ હુકમની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય, તેવા સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજુર કરાયેલ હોય તેને લાગુ નહીં પડે. આ હુકમ તા. ૧૬-૩-ર૪ થી તા. ૬-૬-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh