Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંદાજે ૫ંદરેક કરોડની જમીન ખાલી થશેઃ એનઆરઆઈની જમીન તથા સરકારી જમીન પર સાયચા ગેંગના છે દબાણઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરના બેડી વિસ્તારમાં સાયચા જૂથના લોકો દ્વારા ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસને સાથે રાખવામાં આવી છે. આ વિસ્તારમાં ત્રીજી વખત ઓપરેશન ડિમોલિશન કરાઈ રહ્યું છે. એસપીએ આ ગેંગના ગુન્હાહિત કૃત્યોને ધ્યાને રાખી તે ગંેગને કાયદામાં રહીને માટીમાં મેળવી દેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યાે છે. અંદાજે પંદરેક કરોડની જગ્યા પરના દબાણો ત્રણેક દિવસમાં હટાવી નખાશે.
જામનગરના બેડી વિસ્તારમાં સાયચા જૂથના શખ્સો દ્વારા વર્ષાે પહેલાં સરકારી ખરાબાની જગ્યા પર બંગલા ખડકી દેવાયા હોવાની ફરિયાદ થોડા મહિના પહેલાં પોલીસમાં કરવામાં આવ્યા પછી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તેના પગલે વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખી ઓપરેશન ડિમોલિશન કર્યું હતું. જેમાં કાનૂની મુદ્દો ઉઠાવાયા પછી ડિમોલિશન અટક્યું હતું પરંતુ તેને હટાવી લેવાતા ડિમોલિશનનો માર્ગ ફરીથી મોકળો બન્યો હતો.
બે સપ્તાહ પૂર્વે ઓપરેશન ડિમોલિશન ફરીથી પૂર્વવત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગયા બુધવારે સાયચા ગેંગ સામે નોંધાયેલા એક શિક્ષિકાના આત્મહત્યા પ્રકરણમાં ફરિયાદી તરફથી અને સાયચા ગેંગ વિરૂદ્ધ કેસ લડી રહેલા એડવોકેટ હારૂનભાઈ પલેજાની સરા જાહેર હત્યા નિપજાવી સાયચા ગેંગના ૧૫ શખ્સ પલાયન થયા હતા. તેઓએ બેડી વિસ્તારમાં એક એનઆરઆઈ વ્યક્તિની જમીન પણ બળજબરીથી પચાવી પાડવા ઉપરાંત અન્ય જમીનો પર પણ દબાણો સર્જયા હોવાની વિગતો વહીવટી તંત્રએ એકઠી કરી હતી અને તે પછી આજે પોલીસને સાથે રાખી ફરીથી બેડીમાં સાયચા ગેંગના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
કાર્યવાહીના પ્રારંભે જામનગરના મ્યુનિ. કમિશનર તેમજ ડેપ્યુટી કલેક્ટર તથા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, એલસીબી, એસઓજી, સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બેડી મરીન પોલીસ સ્ટેશનનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો.
તે સ્થળે બુલડોઝરથી પાડતોડ શરૂ કરવામાં આવ્યા પછી તંત્રએ ૨૮ હજાર ફૂટમાં ગેરકાયદે દબાણ કરી ઉભુ કરી લેવાયેલું ફાર્મહાઉસ, ૨૫ ફૂટનો વંડો જમીનદોસ્ત કરી નાખ્યા હતા. તે ઉપરાંત માધાપર-ભુંગામાં આવેલી આ ગેંગની ૧૦ ઓરડી, એકડેએક બાપુની દરગાહ નજીકની ૧૦ ઓરડી તથા એક હોટલ, એક સર્વિસ સ્ટેશન સહિતના ગેરકાયદે બાંધકામો દૂર કરવા ઓપરેશન ડિમોલિશન આરંભ્યું છે. અંદાજે પંદરેક કરોડ રૂપિયાની ગેરકાયદે દબાવી લેવાયેલી જગ્યા ખાલી કરી નખાવવામાં આવશે તેમ ચિત્ર સ્પષ્ટ બન્યું છે.
દબાણ હટાવ કામગીરી વેળાએ એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કુખ્યાત સાયચા ગેંગે એક એનઆરઆઈની જમીન ઉપરાંત સરકારી જમીનો પર દબાણ કરી છ અદ્યતન બંગલા, ફાર્મહાઉસ ખડકી દીધા હતા. તેને દૂર કરવામાં આવી રહ્યા છે. વ્યાજખોરી ઉપરાંત મહિલાઓની પજવણી સહિતના અનેક ગેરકાનૂની કૃત્યો આચરતી કુખ્યાત સાયચા ગેંગે તાજેતરમાં જ એક એડવોકેટની કરપીણ હત્યા પણ કરી નાખી છે. તે ઉપરાંત અનેક ગુન્હાઓ આચર્યા છે. તે ગેંગને કાયદાના દાયરામાં રહીને જમીનમાં મેળવી દેવાનો એસપીએ દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial