Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરંભડામાં બીમાર વૃદ્ધાનું થયું મૃત્યુઃ
જામનગર તા. ૧૮ઃ દ્વારકાના ઓખામઢી ગામની સીમમાં એક યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે. જ્યારે આરંભડામાં એક વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ થયા પછી મૃત્યુ થયું છે.
દ્વારકા તાલુકાના ઓખા મઢી ગામની સીમમાં આવેલા વિન્ડ વર્લ્ડ કંપનીના ટાવર નં.૬ પાસે ગઈ તા.૨૭ની બપોરે મૂળ બિહાર રાજ્યના મેદનીપુર ગામના વતની અને હાલમાં કલ્યાણપુર તાલુકાના બામણાશા ગામમાં રહેતા મહંમદસંજર અલીમુદ્દીન સલામા (ઉ.વ.૨૨) નામના શ્રમિક વાયર બદલતા હતા.
આ યુવાનને બાજુમાંથી પસાર થતી જીવંત વીજ લાઈનમાંથી શોર્ટ લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સાથી કર્મચારી અમિત જ્ઞાનપ્રકાશ દ્વિવેદીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરી છે.
ઓખાના આરંભડા ગામની જય અંબે સોસાયટીમાં રહેતા જેતુબેન હુસેનભાઈ સહિયા નામના ૬૩ વર્ષના મહિલા શનિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઈકબાલ સીદીક ભટ્ટીએ પોલીસને જાણ કરી છે. આ વૃદ્ધા ડાયાબિટીસથી પણ પીડાતા હતા અને પોતાના ઘરમાં એકલા રહેતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial