Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં સભા-સરઘસ બંધી

લોકસભા ચૂંટણી-ર૦ર૪

ખંભાળીયા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮ર-દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે સભા સરઘસ માટે માંગણી પર પરવાનગીના અધિકારો (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સુધી) સભા, સરઘસ નિયમોના નિયમ ૧ અને ૮ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકથી વધુ વિધાનસભા મતદાર વિસ્તારમાં ફકત સરઘસ માટે મામલતદાર-ર, કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકા ૧ર - જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ ૮૧-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્તાર માટે મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ ખંભાળીયા અને ૧ર- જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ ૮ર- દ્વારકા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્તાર માટે મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારકાની પરવાનગી લેવાની રહેશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્વારા આદેશ બહાર પાડી જણાવવામાં આવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh