Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સખત ઠપકો આપતા અદાલતે કહ્યું કે, બેંકનું વલણ યોગ્ય નથીઃ
નવી દિલ્હી તા. ૧૮ઃ ફરી એકવાર એસસીએ એસબીઆઈની ઝાટકણી કાઢી હતી. સીજેઆઈએ કહ્યું કે, ચૂંટણી બોન્ડ વિશે દરેક માહિતી આપો. ૩ દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે કંઈ છૂપાવ્યું નથી. અધુરી માહિતી બદલ સુપ્રિમ કોર્ટે એસબીઆઈને સખત ઠપકો આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે એસબીઆઈને ૧ર માર્ચ સુધીમાં બોન્ડ સંબંધિત તમામ માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. એસબીઆઈએ આમાં યુનિક આલ્ફાન્યુમેરિક નંબર ડેટા આપ્યો નહોતો. ઈલેક્ટરોલ બોન્ડ સાથે યુનિક આલ્ફાન્યુમેરિક નંબરની માહિતી ન આપવા પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ મામલે ૧૬ માર્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નોટીસ પાઠવી હતી. કોર્ટે ૧૮ માર્ચ સુધી બોન્ડ નંબર વિશે માહિતી ન આપવા બદલ બેંક પાસેથી જવાબ માંગ્યો હતો.
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એસબીઆઈને સખત ઠપકો આપ્યો હતો. સીજેઆઈએ એસબીઆઈના વકીલ હરિશ સાલ્વેને કહ્યું, અમે તમામ વિગતો બહાર લાવવા કહ્યું હતું. આમાં બોન્ડ નંબરની પણ વાત થઈ હતી. એસબીઆઈ આ માહિતી જાહેર કરવામાં પસંદગીયુક્ત ન હોવી જોઈએ. અમારા ઓર્ડરની રાહ ન જુઓ. સીજેઆઈએ કહ્યું કે, એસબીઆઈ ઈચ્છે છે કે અમે તેને જણાવીએ કે કઈ માહિતી જાહેર કરવાની છે અને તે માહિતી આપશે. એસબીઆઈના વલણ પરથી એવું લાગી રહ્યું છે, આ યોગ્ય નથી.
સુપ્રિમ કોર્ટે એસબીઆઈને કહ્યું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ જાણકારી શેર કરવામાં આવે. કંઈપણ છૂપાવવાની જરૂર જ નથી. કોર્ટે એસબીઆઈને ચૂંટણી બોન્ડની વિગતો અને યુનિક નંબર જાહેર કરવા માટે સોમવાર સુધીનો જ સમય આપ્યો હતો.
આ દરમિયાન સુનાવણી વખતે સીજેઆઈએ એસબીઆઈને ફટકાર લગાવતા કહ્યું કે તમે અત્યાર સુધી જાણકારી શેર કેમ નથી કરી? સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે અમે ચૂકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે, તમામ વિગતોનો ખુલાસો કરવામાં આવે. કોઈપણ વિગતો પસંદગી આધારિત ન હોવી જોઈએ. તમે કોર્ટના આદેશની રાહ કેમ જોઈ રહ્યા છો? એસબીઆઈએ અત્યાર સુધી પૂરી વિગતો જાહેર જ નથી કરી. એસબીઆઈ અમારા આદેશનું પાલન કરવા બંધાયેલ છે.
આ દરમિયાન એસબીઆઈ વતી હાજર સિનિયર વકીલ હરિશ સાલ્વેએ કહ્યું કે કૃપા કરીને અમને સમજવાની તક આપો કે તેમણે આદેશને કઈ રીતે સમજ્યો છે. તેના પર સીજેઆઈએ કહ્યું કે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ વિગતો જાહેર કરો, તમારી પાસે જે કોઈ વિગત છે તે જાહેર કરો, બસ.
બેન્ચે ૧૧ માર્ચના નિર્ણયમાં બેન્ચે એસબીઆઈએ બોન્ડ, ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, શ્રેણીની સંપૂર્ણ વિગતો આપવાનો આદેશ આપ્યો હતો, જો કે એસબીઆઈએ માત્ર બોન્ડ ખરીદનારા અને રોકડ કરાવનારાઓ વિશે જ માહિતી આપી હતી. ક્યા દાતા દ્વારા ક્યા રાજકીય પક્ષને કેટલું દાન આપવામાં આવ્યું તે ડેટામાં જાહેર કરવામાં આવ્યું નથી. આ યુનિક આલ્ફા ન્યુમેરિક નંબરો દ્વારા ઓળખવામાં આવશે.
ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેટલાક રાજકીય પક્ષોએ એસબીઆઈ પાસેથી બોન્ડના યુનિક નંબરની માંગણી કરી છે. તૃણમુલ કોંગ્રેસે કહ્યું છે કે તેને નંબરોની જરૂર છે જેથી તે સુપ્રિમ કોર્ટના નિર્દેશોનું પાલન કરી શકે. ભાજપે એસબીઆઈને આવી કોઈ અપીલ કરી નથી.
બહુજન સમાજ પાર્ટીએ કહ્યું કે તેને ચૂંટણી બોન્ડ દ્વારા કોઈ દાન મળ્યું નથી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ પણ કહ્યું કે તેને પણ ચૂંટણી બોન્ડમાંથી દાન મળ્યું નથી. કોંગ્રેસે કહ્યું કે તે એસબીઆઈ દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલ ડેટા જાહેર કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial