Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૧૮ઃ અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. ટ્રેન આગ્રા કેન્ટ જઈ રહી હતી, ત્યારે એન્જિન અને ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. આ કારણે ૬ ટ્રેન રદ્ અને બેના રૂટ બદલાયા છે.
અજમેર નજીક રવિવારે રાત્રે લગભગ ૧ વાગ્યે સાબરમતી-આગ્રા કેન્ટ (ટ્રેન નં. ૧રપ૪૮) ના એન્જિન અને ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. ઘટના સમયે મુસાફરો ગાડીમાં સૂઈ રહ્યા હતાં. એકાએક ધડાકો થતાં સમગ્ર ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જો કે આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ અકસ્માત પછી છ ટ્રેન રદ કરવામાં આવી છે અને બેના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
એડીઆરએમ બલદેવરામે કહ્યું હતું કે, આ દુર્ઘટના અજમેર રેલવે જંકશનથી લગભગ ૭ કિલોમીટર આગળ મદારમાં થઈ હતી. હોમ સિગ્નલ પાસે સુપરફાસ્ટ સાબરમતી એક્સપ્રેસ રવિવારે રાત્રે ૧-૦૪ વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. એન્જિન અને ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા હતાં. રેલવેએ અજમેર જંકશન પર હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. હેલ્પલાઈન નંબર ૦૧૪પ-ર૪ર૯૬૪ર જાહેર કરવામાં આવ્યો છે. માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે પછી બે ટ્રેનોના રૂટ બદલાયા હતાં, અને ૬ ટ્રેનો રદ્ કરવામાં આવી હતી.
રેલવેએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ટ્રેન સવારે ૭-૩૦ વાગે આગળ જવા માટે ઉપડી હતી. એ પહેલા ટ્રેન રવિવારે સાંજે ૪-પપ કલાકે ગુજરાતના સાબરમતીથી આગ્રા કેન્ટ માટે રવાના થઈ હતી. ૧ર-૪૦ વાગ્યે અજમેર પહોંચી. અજમેર રેલવે સ્ટેશનથી બપોરે ૧ર-પ૦ કલાકે નીકળી. આ અકસ્માત મદાર (અજમેર) માં ૧-૦૪ કલાકે થયો હતો. ટ્રેનને અજમેરથી સવારે ૭-ર૮ કલાકે રવાના કરવામાં આવી હતી. અકસ્માતને કારણે લગભગ સાડાછ કલાક મોડી ટ્રેન અજમેરથી દોડી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial