Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય મજદૂર સંઘ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણીઃ મહિલા અધિકારીઓને કરાયા સન્માનીત

'શોષણ મુકત નારી, સશકત ભારત'ની થીમ ઉપર

જામનગર તા. ૧૮ઃ ભારતીય મજદૂર સંઘ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર શોષણ મુકત નારી - સશક્ત ભારતની થીમ પર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારી કચેરીઓમાં ઉચ્ચ હોદા પર કાર્યરત મહિલા અધિકારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં.

જે અંતર્ગત અંજનાબેન ઠુમ્મર, બીનલબેન, પૃથ્વીબેન (સીડીપીઓ) પાયલબેન જગતીયા, આશાબેન ચારણ (કલેકટર કચેરી) તથા આંગણવાડીના સુપરવાઈઝર તરીકે કાર્યતર તમામ સુપરવાઈઝરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય મઝદૂર સંઘના આંણવાડી સંગઠન સાથે જોડાયેલા મેઘનાબેન ચતવાણી, સરસ્વતીબેન જેઠવા, પૂર્ણાબેન દવે, ક્રિષ્નાબેન દવે, સુમિતાબેન વ્યાસ, રચનાબેન ભટ્ટ, સ્મિતાબેન, હેમાંગીની જેઠવા તથા મંજુબેન વારસુર દ્વારા મહિલા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સ્તરે મહિલાઓના પુનરૂત્થાન માટે તેમજ ઉત્પીડન રોકવા કાયદાઓનું કડક પાલન કરાવવા સંદર્ભે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘના પંકજભાઈ રાયચૂરા, મુકેશભાઈ ખંધેડીયા, મનિષભાઈ ગોહિલ, જયસુખભાઈ સોલંકી કાર્યકરોએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh