Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની જામનગર બેઠક પૈકી દ્વારકા જિલ્લામાં પ,૯૮,૯૬૮ મતદારો

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સઃ

ખંભાળિયા તા. ૧૮ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ખંભાળિયામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭-પ-ર૦ર૪ ના મતદાન થશે. જામનગર બેઠક પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા અને ૮ર દ્વારકા એમ કુલ બે વિધાનસભા મત વિભાગોનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ પ,૯૮,૯૬૮ મતદારો લોકશાહીના આ પર્વમાં ભાગ લેશે. ૧૪,૩૯૪ જેટલા યુવા મતદારો નોંધાયા છે. જિલ્લાના કુલ ૬૩૪ મતદાન મથકો છે. જેમાં ૮૧ ખંભાળિયામાં ૩ર૭ તેમજ ૮ર દ્વારકામાં ૩૦૭ મતદાન મથકો આવેલ છે તથા જિલ્લામાં કુલ ૭રપ૮ દિવ્યાંગ મતદારો છે જેમાં ૮૧ ખંભાળિયામાં ૩૩૩૩ અને ૮ર દ્વારકામાં ૩૯રપ છે, તેમજ ૮પ વર્ષથી વધુ વયના કુલ મતદારો ૬૦૦૧ છે જેમાં ૮૧ ખંભાળિયામાં ૩૩૭૧ અને ૮ર દ્વારકામાં ર૬૩૦ જેટલા છે.

ચૂંટણી પ્રક્રિયાના મહત્ત્વના તબક્કાઓની તારીખ સહિતની વિગતો આપતા જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ચૂંટણી માટેનું જાહેરનામું તા. ૧ર-૪-ર૦ર૪ ના બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. ૧૯-૪-ર૦ર૪ અને ફોર્મ ચકાસણીની તા. ર૦-૪-ર૦ર૪, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તા. રર-૪-ર૦ર૪ રહેશે, તેમજ મતદાન તા. ૭-પ-ર૦ર૪ ના થશે, જ્યારે તા. ૪-૬-ર૦ર૪ ના મતગણતરી હાથ ધરાશે.

વધુ માહિતી જણાવતા જિલ્લા કલેક્ટરએ કહ્યું હતું કે, દરેક મતદાન મથકો પર મતદારોને જરૂરી માહિતી પૂરી પાડવા માટે વોટર આસીસ્ટન્સ બુથસ (વીએબી) ઊભા કરી, આ બુથ પર બીએલઓની નિમણૂક કરી મતદારોને સુવિધા પૂરી પાડવામાં આવશે.

જિલ્લ્ના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ છે, તેમજ દરેક મતદાન મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વીજળી, રેમ્પની સુવિધા કરવામાં આવેલ છે.

જિલ્લાના તમામ મતદાન મથકો પર પી.ડબલ્યુ.ડી. વોટર માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ જરૂરિયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, પ્રોપર સાઈન બોર્ડ/પોસ્ટર વિગેરેની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણી પંચની સૂચના અનુસારની કાર્યપદ્ધતિ મુજબ તમામ મતદારોને મુક્ત, ન્યાયિક અને મતદાનની ગુપ્તતા જળવાય તે માટે મતદાન મથકો પર જરૂરી સામગ્રી અને વ્યવસ્થાઓ કરવામાં આવશે.

૮પ વર્ષની ઉંમર ધરાવતા મતદારો પીડબલ્યુડી મતદારો (એબસેન્ટી વોટર્સ) માટે બી.એલ.ઓ. મારફત સંપર્ક કરી, પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ઈચ્છા ધરાવતા મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે બી.એલ.ઓ. તરફથી ફોર્મ ૧ર (ડી) સંબંધિત મતદારોને આપવામાં આવશે, તેમજ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઈચ્છતા 'એબસેન્ટી વોટર્સ'એ આ ફોર્મ સંબંધિત બી.એલ.ઓ.ને ફોર્મ ચૂંટણીના જાહેરનામાથી પ દિવસમાં પરત આપવાના રહેશે.

જાહેર પ્રજા, રાજકીય પક્ષો, ઉમેદવારો તથા મતદારો આચારસંહિતાના ભંગ અને ચૂંટણી સંબંધી ફરિયાદ ઓનલાઈન કરી શકે તે હેતુસર ભારતીય ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ તથા વિધાનસભા મત વિભાગ કક્ષાએ ખાસ ટીમોની રચના પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે ૧૮ એફએસટી, ૧૮ એસએસટી, પ વીએસટી છે.

ટોલ ફ્રી નંબર

ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલની સાથોસાથ જિલ્લા કક્ષાએ ર૪ કલાક ૭ દિવસ કોલ સેન્ટર કાર્યરત કરાયું છે. જેનો નંબર ૧૮૦૦ ર૩૩૪૪૧૪ છે. જેમાં ગેરરીતિ આચાર સંહિતાની ફરિયાદો થઈ શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh