Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા નગરીમાં ફૂલડોલ ઉત્સવનો જબરદસ્ત માહોલઃ
દ્વારકા તા. ૧૮ઃ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં વસંત ઋતુના પ્રારંભે શરૂ થતાં ફૂલડોલ ઉત્સવનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ધાર્મિક તથા ભક્તિભાવ સાથે અનેરૂ મહત્ત્વ છે.
ફાગણ મહિનાના પ્રારંભે જ દ્વારકાધીશજીને અબીલ ગુલાલની છોળો સાથે ફાગના વસ્ત્રો-મહાભોગ અર્પણ કરવામાં આવે છે.
દ્વારકામાં અત્યારથી જ ફૂલડોલ ઉત્સવનો માહોલ સર્જાયો છે. દ્વારકાધીશ મંદિરમાં વહેલી સવારથી જ મંગળા આરતીના ઘંટરાવ સાથે મંદિરના સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર ઉપર ભાવિકોની ભીડ શરૂ થઈ ગઈ હતી. શ્રદ્ધાળુઓની ભીડને કંટ્રોલ કરવા તંત્રે વ્યવસ્થા જાળવી હતી.
ત્યારપછી મહાઆરતીમાં ઠાકોરજીને સફેદ વસ્ત્રોના શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રીજીને અબીલ ગુલાલની પોટલી ધરાવવામાં આવી હતી. શ્રીજીને કલાત્મક આભૂષણો, સુવર્ણ મૂગટ, સફેદ રંગની માળાઓ, શંખ, ચક્ર, ગદા સહિતના આભૂષણો સાથે ચાંદીની પીચકારી પણ અર્પણ કરવામાં આવી હતી.
મંદિરના પરિસરમાં, ગર્ભ ગૃહ તથા નીજ મંદિર, રાણીવાસ આસપાસના પરિસરમાં મહાઆરતીનો ઘંટરાવ થયો ત્યારે પૂજારી પરિવારે અબીલ ગુલાલની છોળોનો અભિષેક ભાવિકો ઉપર કર્યો હતો. ત્યારે ભાવિકોએ પણ ભગવાનનો પ્રસાદ સમજી ગુલાલને વધાવી લીધો હતો.
આ વરસે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા બે લાખ જેટલા યાત્રિકો પગપાળા તેમજ વાહનોમાં આવી રહ્યા છે. જામનગર ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, વગેરે જિલ્લામાંથી પદયાત્રીઓ આવનાર છે, જ્યારે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, વિરમગામ સહિતના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ રવાન થયા છે. જેમાં ભરવાડ (રબાડી) સમાજના ભાવિકોની સંખ્યા સૌથી વધુ હોવાનું જાણવા મળે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ પણ ફૂલડોલ ઉત્સવને કારણે તમામ સ્તરે તડામાર તૈયારી કરી છે. જેમાં પોલીસ વિભાગનો વિશાળ કાફલો, જિલ્લા કલેક્ટર કચેરી, દ્વારકા નગરપાલિકા, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા જાળવવાની તમામ તૈયારી થઈ ચૂકી છે. શહેરના માર્ગોને એક માર્ગી જાહેર કરાશે. તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો, ભોજન, નાસ્તાના સ્ટોલ ઊભા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial