Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરવણી બીલ ભરપાઈ કરવા કરાયો હુકમઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં વીજચોરીના કેસમાં અદાલતે સૌપ્રથમ વખત કોઈ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા છે. આ કિસ્સામાં એક મહિલા સામે વીજચોરીનો આરોપ મુકાયો હતો અને પુરવણી બીલ આપવા ઉપરાંત ફોજદારી ફરિયાદ કરાઈ હતી. અદાલતે ભવિષ્યમાં વીજચોરી નહીં કરે તેવું બોન્ડ આપવા અને પુરવણી બીલ ભરપાઈ કરવા હુકમ કર્યાે છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં ગઈ તા.૨૪-૧૨-૨૧ના દિને વીજ કંપનીની ટૂકડીએ ચેકીંગ હાથ ધરતા આરોહી ગ્રીન્સમાં રહેતા માલાબેન પરેશભાઈ ઝાલાને ત્યાંથી વીજચોરી મળી આવી હતી. રૂ૧૨૬૯૦૭નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને વીજ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે છ વ્યક્તિની જુબાની અને ૨૪ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી મહિલાને ભવિષ્યમાં વીજચોરી ન કરવા અંગેનું બોન્ડ આપવા તથા ૩૦ દિવસમાં વીજ કંપનીને પુરવણી બીલ ભરપાઈ કરી આપવાનો હુકમ કર્યાે છે. સરકાર તરફથી પીપી વકીલ રાજેશ કે. વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial