Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લો ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની દૃષ્ટિએ સૌરાષ્ટ્ર પંથકમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અનેક સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે અને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસની ઉત્તમ તકો રહેલી છે. રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર બાદ બીજું સૂર્યમંદિર જામનગરમાં આવેલું છે. જે જિલ્લાની વિશેષતા છે. બાલાચડી બીચ અને મરીન નેશનલ પાર્કમાં ઈકો ટુરીઝમ પ્લેસ તરીકે તેને વિકસિત કરવાની ઉજળી તક રહેલી છે.
કલેકટરએ આગળ જણાવ્યું હતું કે, સીદસર ઉમિયાધામ, ગોપનું સૂર્યમંદિર, ગોપનાથ મહાદેવ મંદિર, રણુજા મંદિર, દાણીધર મંદિર, પ્રગટેશ્વર મહાદેવ મંદિર, બાડા ગામમાં હાટકેશ્વર મહાદેવ મંદિર, પસાયામાં મહાકાળી માતાજી મંદિર, સપડામાં ગણપતિ મંદિર, શીતળા મંદિર, ચુરી માતાજીની સુવિધા, ટોયલેટ બ્લોક, પેવરબ્લોક, સોલાર લાઈટ્સ ગાર્ડન વર્ક, પાર્કિંગ પ્લોટ, ડસ્ટબીનની સુવિધા સહિત વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળોનું વિકાસનું કામ ઝડપી બને તે માટે સ્પેશિયલ નોડલ ઓફિસરની નિમણૂક કરાશે. તેમજ જિલ્લાના પ્રવાસન સ્થળોની વિશેષ ડેટા એકત્ર કરવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય હેમતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, વાસ્મો યુનિટ મેનેજર ભાવિકા જાડેજા તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial