Advertisement
Author: નોબત સમાચાર

ઘર પર સીસીટીવી કેમેરા લગાડવાના પ્રશ્ને ઉશ્કેરાયેલા બે શખ્સે કર્યાે હલ્લો

લાકડીથી માર મારી ફ્રેક્ચર કરાયંુઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરના મયુરનગર વિસ્તારમાં એક આસામીએ પોતાના ઘર પર સીસીટીવી કેમેરા લગાડતા બે પાડોશીએ તે આસામીને ગાળો ભાંડી લાકડીથી ફટકારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ આસામીને દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેમની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામનગરના મયુરનગર વિસ્તારમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસે રહેતા નિખિલભાઇ હરીશભાઈ સવનીયા નામના આસામીએ પોતાના ઘર પાસે અને આજુ બાજુના વિસ્તારમાં થતી પ્રવૃત્તિની ખબર પડે તે માટે થોડા દિવસ પહેલા ઘર પર સીસીટીવી લગાડયા હતા.

આ બાબત પાડોશી ભીખુભા જાડેજા તથા જેલીયા ઉર્ફે જયેન્દ્રસિંહને ગમી ન હતી. તે બાબતનો ખાર રાખી ગયા બુધવારે સાંજે નીખીલભાઈ પર લાકડીથી આ શખ્સોએ હુમલો કર્યાે હતો. બંને શખ્સે આડેધડ માર મારી નીખીલભાઈનો હાથ ભાંગી નાખ્યો હતો. આ બાબતની સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh