Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ચાર દિવસમાં ૬ ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૬ ડીગ્રી સુધી ઊંચકાઈને ૪પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો છે.
જામનગરમાં હાલ તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે. ગત્ તા. ર૪-૩-ર૦ર૪ ના મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું, પરંતુ ત્યારપછી તેમાં અત્યાર સુધીમાં ધીમે ધીમે ૬ ડીગ્રી સુધી વધીને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે ખાસ કરીને બપોરના સમયે લોકો વધારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
નગરમાં સોમવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બાવીસ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial