Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક કેસમાં કસુરવારને અઢાર મહિનાની ફટકારાઈ કેદઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરની એક સોસાયટી પાસેથી લોન મેળવનાર સુરતના સભાસદ સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં આરોપીને નવ મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશ થયો છે.
જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ મૂળ નાની ભગેડી ગામના અને હાલ સુરતમાં વસવાટ કરતા રાજેશ જમનભાઈ રાદડીયાએ સોસાયટી પાસેથી લોન મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા રાજેશભાઈને નોટીસ અપાઈ હતી. તેમ છતાં લેણું ભરપાઈ ન કરાતા તેની સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૮ અન્વયે જામનગરની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજેશ જમનભાઈ રાદડીયાને તક્સીરવાન ઠરાવી તેને ૯ મહિનાની જેલની સજા અને ચેકની રકમ રૂ૭૯,૭૫૬નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
આ જ સોસાયટી પાસેથી લોન મેળવનાર પ્રફુલ જાદવજી પરમારે પણ આપેલો ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૧૮ મહિનાની કેદની સજા ફટકારી છે અને રૂ૩૦૭૯૯૫ દંડપેટે ભરપાઈ કરવા હુકમ કર્યાે છે. બંને કેસમાં સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial