Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીની અછત ન સર્જાય તે માટે વિવિધકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાણીનો સંચય વધારે થાય અને તળાવોમાં જળસ્તર ઓછું ન થાય તે માટે સુચારૃં આયોજન કરાયું છે. જિલ્લા કલેકટરએ બાકી રહેલા વિકાસ કાર્યોને તાત્કાલિક પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. તેમજ સમિતિના સદસ્યોને જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ઊંડ જળ સિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર હરદયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર અકબરી તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial