Advertisement
Author: નોબત સમાચાર

રાજકીય નેતાઓના બોર્ડ, હોર્ડીંગ્ઝ, પક્ષોના નિશાનો અને રાજકીય ચિતરામણા હટાવતી જામનગર મનપા

ચૂંટણી જાહેર થતાં જ તંત્ર ધંધે લાગ્યુંઃ

દેશમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં રાજકીય ગણાતા પોણાપાંચસો જેટલા જાહેરાતના પોસ્ટર, બેનરો, હોર્ડીંગ્ઝ, લખાણ વગેરે દૂર કરવામાં આવ્યા છે. ગત્ શનિવારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, અને તરત જ આચારસંહિતા લાગુ પડી હતી. આથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ રાજકીય ગણાતા જાહેરાતના બોર્ડ, હોર્ડીંગ્સ, લખાણો, બેનરો વગેરેને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી અને ગત્ સાંજ સુધીમાં ૪૭પ બોર્ડ ઉતરાવી લેવાયા હતાં. ઉપરાંત દીવાલોમાં કરાયેલ રાજકીય પક્ષના નિશાનોવાળા ચિત્રામણા પણ દૂર કર્યા હતાં. આમ જામનગરમાં આચારસંહિતાની ચૂસ્ત અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh